સુરત : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આજે સુરત સેશન્સ કોર્ટમાં બે અરજી ફાઇલ કરવામાં આવી હતી. ત્યારે પોતાના પક્ષના ટોચના નેતાને બે વર્ષની સજા કરવાના વિરોધના મુદ્દા સાથે ગુજરાત કોંગ્રેસ સહિત રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના મોરલ સપોર્ટ માટે કોંગ્રેસ શાસિત રાજ્યોના ત્રણ મુખ્યપ્રધાન સુરત આવ્યાં હતાં. જેમાં રાજસ્થાન સીએમ અશોક ગહેલોત પણ હતાં. તેમણે રાહુલ ગાંધીને સત્યની લડાઇ લડનાર ગણાવ્યાં હતાં. બીજીતરફ રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ નેતા પણ સુરતમાં જોવા મળ્યાં હતાં. સુરતમાં એકપછી એક કોંગ્રેસના નેતાઓ આવી રહ્યા છે.
અશોક ગહેલોતે શું કહ્યું : રાજસ્થાન સીએમ અશોક ગહેલોતે સુરતમાં જણાવ્યું હતું કે હું જાણવા માંગુ છું કે જે કોગ્રેસના લોકો મહારાષ્ટ્ર,વડોદરા ભરૂચથી આવી રહ્યા હતા તેઓને શા માટે પકડવામાં આવ્યા છે. જો તેઓએ કોઈ હિંસા કરી હોય તો તમારો અધિકાર બને છે. કોઈ શાંતિથી વિરોધ પ્રદર્શન કરે છે. ત્યારે પણ તમને શા માટે પેટમાં દુખે છે. આઝાદી પહેલાના સત્યાગ્રહનું નામ શું હતું. સત્ય માટે કરવામાં આવતો આગ્રહ.
સત્ય માટે આગ્રહ : તેમણે વધુમાં જણાવ્યું હતું કેઆજે કોંગ્રેસ સત્યાગ્રહ કરી રહી છે. અમે સત્ય માટે આગ્રહ કરી રહ્યા છીએ. જે લોકો સત્તામાં છે તેમની પાસે અમે આગ્રહ કરી રહ્યા છીએ. જેને લઈને તમે વિરોધ કરવાવાળા લોકોને પકડી રહ્યા છો તો આ ખોટું છે. 2014માં નરેન્દ્ર મોદી દ્વારા વાયદાઓ કરવામાં આવ્યા હતા. બે કરોડ લોકોને રોજગારીની વાત કરવામાં આવી હતી. બ્લૅકમની દેશમાં લાવવામાં આવશે. બ્લૅક મની દેશમાંથી બહાર લઈ જનાર લોકો નીરવ મોદી, મેહુલ ચોકસી વગેરે જેવા લોકો છે.
ઓબીસી લઈને બેસી ગયા : રાજસ્થાન સીએમ અશોક હગેલોતે વધુમાં જણાવ્યું હતું કે 2014માં નરેન્દ્ર મોદી દ્વારા વાયદાઓ કરવામાં આવ્યા હતા. બે કરોડ લોકોને રોજગારીની વાત કરવામાં આવી હતી. બ્લૅકમનીની રકમ દેશમાં લાવવામાં આવશે. બ્લૅકમનીની રકમ દેશ લઈ જનાર લોકો નીરવ મોદી, મેહુલ ચોકસી વગેરે જેવા લોકો છે. આજ વાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી હતી અને હવે આ લોકો ઓબીસી લઈને બેસી ગયા છે. રાહુલ ગાંધીએ પોતાની યાત્રામાં કહ્યું હતું કે, તમે ડરો નહીં અને આ લોકો પોતે જ ડરવાવાળા લોકો છે. ડરતા નથી તો તેઓને કેવી તકલીફ છે?
હું પણ ઓબીસીમાં છું : વધુમાં તેમણે જણાવ્યુંકે, અટલ બિહારી વાજપાઈ લાલ કૃષ્ણ અડવાણીના સમયમાં નેતાઓ સારા હતા. આ લોકોએ અમારી ઉપર ઘણી બધી ટિપ્પણીઓ કરી હતી. તો અમે લોકો એમની ઉપર કેસ કરવા ગયા ન હતા. અહીં તો સુરતના લોકલ મોદીએ રાહુલ ગાંધી ઉપર બદનક્ષીનો કેસ ઠોકી દીધો. હવે જે છે તમારી સમક્ષ છે. ઓબીસીની તે લોકોએ બેજજત કરી નાખી. અમે લોકો ઓબીસીમાં તમારી સમક્ષ બેઠા છીએ. છત્તીસગઢના મુખ્યપ્રધાન ઓબીસીમાં છે. હું પણ ઓબીસીમાં છું. ત્રીજી વખત મુખ્યપ્રધાન બન્યો છું. અમારા રાજ્યનો એક એમએલએ છે. એ હું પોતે જ છું. આનાથી મોટું પ્રુફ શું હોઈ શકે છે. મને મુખ્યપ્રધાન બનાવનાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી છે.