સરથાણા તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડને 48 કલાક ઉપરનો સમય વિત્યા બાદ રવિવારે પાસ કન્વીનર તેમજ તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલ ઘટનાના બે દિવસ બાદ બપોરે સરથાણા સ્થિત ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. જોકે, થોડીક ક્ષણોમાં જ કેટલાક પાટીદાર કાર્યકરોએ પણ ત્યાં પહોંચી જઈ હાર્દિકનો વિરોધ શરૂ કર્યો હતો.
તમાચો મારવાના પ્રયાસ બાદ પોલીસે આખી ઘટનાને સંભાળી લેતાં હાર્દિકને લઈ જવામાં આવ્યો હતો. હાર્દિક પટેલ ગત રોજથી સુરતમાં છે. પહેલાં સરથાણા ખાતે આગના ઘટના સ્થળની મુલાકત લીધી હતી. ત્યારબાદ આગની ઘટનાના ઈજાગ્રસ્તોની મુલાકાતે ગયો હતો. ત્યારબાદ એક વિરોધ રેલીમાં પણ જોડાયો હતો.
ત્યારબાદ આજે એટલે કે સોમવારના રોજ પાસ નેતા અલ્પેશ કથીરિયાના ઘરે જવા નીકળ્યો હતો. જેથી અલ્પેશના ઘર નજીક પોલીસની બે ગાડીઓ ગોઠવી દેવામાં આવી હતી. દરમિયાન હાર્દિકની સરથાણા ખાતે અટકાયત કરી લેવામાં આવતા અલ્પેશના ઘર નજીકથી પોલીસ બંદોબસ્ત હટાવી લેવામાં આવ્યો હતો.