ETV Bharat / state

સુરતમાં પાલિકાએ કર્યુ ડિમોલીશન, આક્રોશ સાથે લોકોએ MLAની કચેરી બહાર કર્યો હોબાળો - vivekanand society

સુરતઃ વરાછા વિસ્તારની ખાડી ડેવલપમેન્ટ સાથે ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે તંત્રના અધિકારીઓ વિવેકાનંદ સોસાયટીમાં ડિમોલીશન કરવા પહોંચ્યા હતા. ડિમોલીશન કરવા આવેલા અધિકારીઓ સામે સ્થાનિક લોકોએ ગુસ્સો પ્રગટ કર્યો છે. લોકો પોતાની ઘરવખરી લઈને કરંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની કચેરી બહાર દેખાવ કરતા પોલીસ બંદોબસ્ત બોલાવી લેવાયો હતો. ધારાસભ્યએ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ સફળ થયા નહોતા.

સુરતનામાં મકાનો તોડવા પંહોચી પાલિકાની ટીમ પર લોકોનો ગુસ્સો, ધારાસભ્યની કચેરી બહાર શરુ કરતા પોલીસ બોલાવા
author img

By

Published : May 16, 2019, 11:40 PM IST

કરંજ વિસ્તારમાં ખાડી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તથા ટીપી રોડ માટે પાલિકાની ટીમ મકાનો તોડવા વિવેકાનંદ સોસાયટીમાં પહોંચ્યા હતા. 35 વર્ષ પહેલાં બનેલી આ સોસાયટી ખાડી ડેવલપમેન્ટ અને ટીપી રોડ પર આવતી હોય તેને ખાલી કરાવવા માટે નોટીસ આપવામાં આવી હતી. જેેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉશ્કેરાયેલા રહીશો હાથમાં ઘરવખરી લઈ સ્થાનિક ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની કચેરીએ ધસી ગયા હતાં. લોકોએ ધરણા પર બેસી જઈ સુત્રોચ્ચાર પોકાર્યા હતાં. મહિલાઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ આરોપ લગાવ્યો હતો કે, કોર્ટમાં વેકેશન છે. ત્યારે કેટલાક લોકોના લાભ માટે ડિમોલીશનની કામગીરી હાથ ધરાઈ છે. આ કાર્યવાહીથી અનેક પરિવાર ઘર વિહોણા થઈ ગયા છે. લોકોની માંગ છે કે તંત્ર તેમના જ્યાં મકાન હતા ત્યાંજ બીજા મકાન બનાવી આપે.

સુરતનામાં મકાનો તોડવા પંહોચી પાલિકાની ટીમ પર લોકોનો ગુસ્સો, ધારાસભ્યની કચેરી બહાર શરુ કરતા પોલીસ બોલાવા

ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ મિલકતદારોને સમજાવવાની કોશિશ કરી છતાં તેઓ એક ના બે થયા નહોતા. લોકોનો આક્રોશ જોતા ધારાસભ્યની કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ સમગ્ર ઘટના અંગે ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ જણાવ્યુ હતુ કે,જે લોકોનાં મકાન જમીનદોસ્ત કરાયા છે તેમને સરકારી આવાસમાં મકાન આપવામાં આવશે...

R_GJ_SUR_15MAY_06_DIMOLITION_VIDEO_SCRIPT

Feed by FTP

સુરતઃ કરંજ વિસ્તારમાં ખાડી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તથા ટીપી રોડ માટે પાલિકા દ્વારા કરવામાં આવેલ ડિમોલીશનને લઈ વિવેકાનંદ સોસાયટીના રહીશો કરંજના ભાજપ ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની ઓફિસ પર પહોંચી વિરોધ નોંધાવી રહ્યા છે. અનેક મકાનોના માલિકો ને નોટિસ પાઠવી તાત્કાલિક ખાલી કરાવી તોડી પાડવામાં આવ્યા છે. જેથી સોસાયટીના રહિશોમાં રોષ ફેલાયો છે. રહિશો પરિવાર સાથે ઘરવખરીનો સામાન લઈ ધારાસભ્યની ઓફિસે પહોંચી ગયા હતા.

સુરતના કરંજ વિધાનસભા ના ધારાસભ્યની ઓફીસ બહાર મોટી સઁખ્યાંમાં મહિલાઓ અને પુરુષો ધરણા ઉપર બેસી ગયા હતા.ટીપી સ્કીમ નંબર 34 માં ફાઈનલ પ્લોટ નંબર 28 માં વિવેકાનંદ સોસાયટી આવી છે. જે ટીપી રોડ પર ખાડી કિનારે બની છે. 35 વર્ષ પહેલાં બનેલી આ સોસાયટી ખાડી ડેવલપમેન્ટ અને ટીપી રોડ પર આવતી હોય તેને ખાલી કરાવવા માટે નોટીસ આપવામાં આવી હતી.આજે સોસાયટીના 39 મકાન પૈકી 23 મકાનના  ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાથમાં ઘરવખરીનો સામાન લઈ ધારાસભ્યની ઓફિસે પહોંચી ગયા હતા.મહિલાઓએ વેલણ અને થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. મિલકતદારોનો આરોપ છે કે જ્યારે કોર્ટમાં વેકેશન છે ત્યારે કેટલાક લોકો ને લાભ અપાવવા માટે આ ડિમોલીશન ની કામગીરી હાથ ધરવામાં આવી છે. અનેક પરિવાર ઘર વિહોણા થઈ ગયા છે. ઘરને બદલે સરકારી આવાસ નહી પણ તેમના જે મકાન છે ત્યાજ બીજા મકાન આપવા રહીશોએ માંગણી કરી છે.

સુરતમાંથી પસાર થતી વરાછા વિસ્તારની ખાડી ડેવલપમેન્ટની કામગીરી સાથે ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કરંજના ધારાસભ્યની ઓફિસની બહાર લોકો ભારે વિરોધ કરી રહ્યા હતા. ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ અનેક વાર મિલકતદારોને સમજાવવાની કોશિશ પણ કરી પરન્તુ તેમની વાત સાંભળવા તૈયાર નથી. ધારાસભ્યની કચેરી બહાર લોકોનો ભારે રોષ જોઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટના અંગે ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ જણાવ્યુ હતુ કે જે લોકોના100 ટકા મકાન ડિમોલીશનમાં તૂટ્યું હોય તેમને સરકારી આવાસમાં મકાન આપવામાં આવશે...

35 વર્ષથી વધુ સમયથી લોકો અહીં પોતાના પરિવાર સાથે રહેતા આવ્યા છે અને હાલ તેજ મકાન ખાડી ડેવલોપમેન્ટના નામે તોડી પાડવામાં આવી રહ્યા છે જેના કારણે લોકોમસ રોષે જોવા મળે છે. ધારાસભ્યની ઓફીસની બહાર જે મિલકતદારો બેસી ધરણા કરી રહ્યા છે તેમના ઘરની સમસ્યાનો નિકાલ સત્તાધીશો કેવી રીતે લાવશે એ જોવાનુ રહ્યુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.