સુરત: ખાતે જેલમાં સજા ભોગવતા કૈદીઓ પણ આખરે માણસ છે. જેલજીવન દરમિયાન શારીરિક માનસિક સ્થિતિ સારી રહે એવા શુભ આશયથી સુરત જિલ્લાની લાજપોર જેલમાં (( Lajpore Prison) કૈદીઓ માટે બે દિવસીય રમતોત્સવનું અનોખું આયોજન (Organizing two-day sports festival In Lajpore Prison) કરવામાં આવ્યું છે. આ રમોત્સવમાં 500 થી વધુ કૈદીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો છે.
"પ્રિઝન ઓલમ્પિક-2021"નું લાજપોર જેલમાં આયોજન
ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવી (State Minister Harsh sanghavi) દ્વારા જેલમાં બંદિવાનો માટે સકારાત્મક વાતાવરણનું (Positive atmosphere) નિર્માણ થાય તે માટે કરાયેલા સૂચનો ધ્યાનમાં રાખી લાજપોર મધ્યસ્થ જેલ સુરતના સ્ત્રી-પુરૂષ બંદીવાનોમાં રમત-ગમત ક્ષેત્રમાં જાગૃતિ આવે ઉપરાંત કેદીઓમાં ભાઈચારાની ભાવના કેળવાય સાથે-સાથે તેઓનું શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય સુદ્રઢ (Strengthen physical and mental health) બને તે હેતુથી જેલ ખાતે "પ્રિઝન ઓલમ્પિક-2021"નું નાયબ પોલીસ મહાનિરીક્ષક મનોજ નિનામા (Deputy Inspector General of Police Manoj Ninama) તથા ડેપ્યુટી નિરીક્ષક નરવડેના (Deputy Inspector Narvade) વરદ્દ હસ્તે દિપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કૈદીઓને પોતાનું કૌશલ્ય બતાવાની તક પ્રાપ્ત થઇ
પ્રિઝન ઓલમ્પિક-2021" (Prison Olympics 2021) હેઠળ વિવિધ રમતોમાં જેલના કૈદીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે. જેમાં દોરડા ખેંચ, 100- 200- 400 મીટર દોડ, વોલીબોલ, કેરમ, લાંબી કુદ, ચેસ, કોથળા દોડ જેવી રિક્રિએશનલ એક્ટિવિટી વગેરે રમતોમાં કૈદીઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. શનિ અને રવિ બે દિવસ ચાલનારી આ ઓલિમ્પિકમાં જેલના 500 થી વધુ કૈદીઓએ વિવિધ રમતમાં ભાગ લીધો છે. જેની ફાઇનલ મેચો આગામી બે કે ત્રણ દિવસમાં યોજાશે. આ વાત જેલના મહાનિર્દેશક મનોજ નિનામાએ જણાવ્યું હતું. જેલમાં આ પ્રકારના આયોજનથી કૈદીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને આયોજન બદલ તેઓએ આભાર પ્રગટ કર્યો હતો.
આ પણ વાંચો:
સુરતની લાજપોર જેલ રાજ્યની પ્રથમ જેલ, જ્યાં કેદીઓને મળશે ઓનલાઈન શિક્ષણ
સુરતના લાજપોર જેલમાં પોલીસે 3 હજાર કેદીઓને શું ભેટ આપી? જુઓ....