- બારડોલીના આશાપુરા માતા અને શામરીયા મોરા વિસ્તારમાં ભરાયા Rain પાણી
- બોક્સ ડ્રેનેજની કામગીરીને કારણે સ્થિતિ સર્જાઇ
- પાલિકાએ પાણી નિકાલની વ્યવસ્થા કરી
બારડોલી : બારડોલી સહિત જિલ્લા આજે સવારે પવન સાથે વરસાદ ( Rain ) વરસ્યો હતો. અડધો કલાક વરસેલા સામાન્ય વરસાદમાં જ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ જતા નગરપાલિકાના પ્રિ મોન્સૂન (pre monsoon plan )કામગીરીની પોલ ખુલી ગઈ હતી. ખાસ કરીને આશાપુરા માતા અને શામરીયા મોરા વિસ્તારમાં ખાડી પર પાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલી બોક્સ ડ્રેનેજને કારણે વરસાદી પાણીનો નિકાલ ( Rainwater disposal ) થઈ શક્યો ન હતો. આથી રોડ પર પાણી ભરાઇ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી. પાલિકાની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી JCB વડે ચેમ્બર તોડી પાણીનો નિકાલ કર્યો હતો.
ચોમાસામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે તેવી સંભાવના
Bardoli municipality ના અણઘડ વહીવટને કારણે આ વખતમાં ચોમાસામાં બારડોલીના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. જ્યાં ભારે વરસાદમાં પણ પાણી ન હતા ભરાતા તેવા વિસ્તારોમાં પણ માત્ર નજીવા વરસાદમાં પાણી ભરાઇ જતા લોકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા શહેરના મધ્યમાંથી પસાર થતી ખાડીને બોક્સ ડ્રેનેજમાં ફેરવવાની કામગીરી ચાલી રહી છે જે શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. અને હવે ચોમાસામાં આ બોક્સ ડ્રેનેજને કારણે જ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ રહ્યું છે.
આ પણ વાંચોઃ Surat rural rain update - સુરત ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ, ખેડૂતોમાં હરખની હેલી
પાલિકાની બોક્સ ડ્રેનેજની કામગીરી સામે લોકોમાં રોષ
શનિવારે સવારે અડધો કલાક માટે પડેલા વરસાદમાં આશાપુરા માતાજીના મંદિર પાસે પાણીનો નિકાલ ( Rainwater disposal ) નહીં થતા ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતાં. કારણે થોડી વાર માટે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. દરમિયાન Bardoli municipality ની ટીમે સ્થળ પહોંચી અલગ અલગ જગ્યાએ ચેમ્બરો તોડી પાણીનો નિકાલ કર્યો હતો. જો ભારે વરસાદ પડે તો આજુબાજુ રહેતા લોકોને ઘરમાં પણ પાણી ભરાવાની સંભાવનાને લઈ લોકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.
ખોડિયાર નગરમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે રોડ પર પાણી ફરી વળ્યાં
બીજી તરફ ગાંધીરોડ પર આવેલી ખોડિયાર નગર સોસાયટીમાંથી પસાર થતા રસ્તા પર પાણીનો નિકાલ ( Rainwater disposal ) નહીં થતાં રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. જેને કારણે સોસાયટીના રહીશોને હાલાકી વેઠવી પડી હતી. થોડા સમય પૂર્વે બનેલા ડામર રોડની કામગીરી દરમિયાન કોન્ટ્રાકટર સી.વી. પટેલ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોઇ આ સ્થિતિ સર્જાઈ હોવાનું રહીશોએ જણાવ્યું હતું. જો કે રહીશોએ જાણ કરતાં જ Bardoli municipalityના મ્યુનિસિપલ ઈજનેર ગાવીત સ્થળ પર આવી પહોંચ્યાં હતાં અને સમસ્યાના ઉકેલની ખાતરી આપી હતી.
આ પણ વાંચોઃ Gujarat Rain Update - બારડોલી સહિત જિલ્લામાં વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશી