સુરત: માંગરોળ તાલુકામાં કાર્યરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી કોસંબાની વ્યવસ્થાપક સમિતીની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લે દિવસ હતો.અલગ અલગ ત્રણ વિભાગમાં વેપારી વિભાગમાં 4 સીટ માટે 4 ફોર્મ ભરાયા હતાં. જેમાં વધુ ફોમ ન ભરાતાં ચાર બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. આ ચાર બેઠકોના બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારોના મેન્ડેટ બીજેપીએ આપ્યા હોય. બીજેપીએ ચાર બેઠક બિનહરીફ કબજે કરી હતી.
![કોસંબા APMC માં ચૂંટણી થવાની શક્યતા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-10-2023/19654129_01.jpg)
ઘણા વર્ષો પછી ફરી કોંગ્રેસ મેદાને પડી: સહકારી ખરીદ વેચાણ મંડળના વિભાગમાં ત્રણ ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસ તરફી બાવા ફૈઝલ મહંમદ ઉર્ફે પપ્પુ બાવાએ ફોર્મ ભર્યું છે. અન્ય બે ફોર્મ ભાજપ સમર્થકોના ભરવામાં આવ્યા છે. જેમાં પરમાર મહાવીર સિંહનું મેન્ડેટ બીજેપી દ્વારા આપવામાં આવ્યું હોય. જો ચૂંટણી યોજાશે તો આ બે વચ્ચે ચૂંટણીનો જંગ જોવા મળશે. સૌથી વધુ ફોર્મ ખેડૂત વિભાગની 10 સીટ માટે ભરાવવામાં આવ્યા છે. જેમાં કુલ 33 ફોર્મ ભરાયા છે. ભાજપે પોતાના 10 ઉમેદવારોના મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપ્યું છે.જેથી ખેતી વિભાગમાં ભાજપ તરફી 10 ઉમેદવારો નક્કી છે. પરંતુ કોંગ્રેસમાંથી હજુ કેટલા ઉમેદવારોના મેન્ડેટ આપવામાં આવે છે અથવા 3 તારીખે ફોર્મ ખેંચાયા બાદ કેટલા ઉમેદવારો ચૂંટણીમાં બાકી રહે છે એ ફાઈનલ થશે.
![કોસંબા APMC માં ચૂંટણી થવાની શક્યતા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-10-2023/19654129_02.jpg)
'કોંગ્રેસના મિત્રોએ અને સભાસદો એ એકતા બતાવી અમે ઊભા રહીએ છીએ. ઘણા વર્ષોથી ખેડૂતોના કામો થયા નથી. હાલ અમે પેનલ બનાવીને ફોર્મ ભર્યા છે. તમામ સભાસદોને અપીલ કરીએ છીએ કે કોંગ્રસ તમારી સામે એક સેવા લઈને આવી છે.જેથી તેઓને એક તક આપજો.' -મનહર પટેલ, સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
APMC માં ચૂંટણી: વર્ષ 2000થી કોસંબા એપીએમસી પર ભાજપનો બહુમતીથી કબજો થતો આવ્યો છે. જેમાં છેલ્લા ત્રણ ટર્મથી બીજેપી બિનહરીફ એપીએમસી પર કબજો જમાવે છે. છેલ્લા ત્રણ વર્ષથી કોંગ્રેસ હથિયાર હેઠા મુકી દેતી નજરે પડી છે. આ વર્ષે કોંગ્રેસના કેટલાક આગેવાનોએ એપીએમસીમાં ફોર્મ ભર્યા હોય. આજે ફોર્મ ચકાસણી થઈ હતી. અને 3 ઓક્ટેબરે ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે.ત્યારબાદ કેટલા મેદાનમાં રહે છે અને કેટલા વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાય છે તે જોવુ રહ્યું. કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કરેલા મોટી પારડી ગામના ઈન્દ્રજીતસિંહ પરમાર કે જે આ પહેલા એપીએમસીમાં ડિરેક્ટર તરીકે રહ્યા હોય. તેમને મેન્ડેટ આપ્યું છે. જ્યારે 2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા સુરત જિલ્લાના દિગ્ગજ સહકારી આગેવાન કહેવાતા નરેન્દ્ર સોલંકીને પણ મેન્ડેટ આપ્યું છે.