સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળક ચોરાવાની ઘટના (child stolen in Surat) સામે આવી છે. સિવિલ હોસ્પિટલના સીઝર વોર્ડમાંથી બાળક ચોરાયું છે. એક અજાણી મહિલાએ બાળકને લઈને ગઈ છે. સમગ્ર ઘટના સામે આવતા જ હોસ્પિટલનું તંત્ર દોડતું થઇ ગયું હતું. તો બીજી તરફ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને એલર્ટ કરી દેવામાં આવ્યો છે. આ મામલે ખટોદરા પોલીસને જાણ થતાં કાફલો સિવિલ કેમ્પસ ધસી આવ્યો હતો. પોલીસે CCTV ફૂટેજ ના આધારે તપાસ ધમધમાટ શરૂ કર્યો છે. (Surat Civil Hospital)
સીઝરથી ઓપરેશન કરી પ્રસુતિ કરવામાં આવી આ બાબતે સિવિલ હોસ્પિટલના RMO ડો.કેતન નાયકે જણાવ્યું કે, નવજાત બાળકને અજાણી મહિલા લઈને જતી રહી છે. આ બાળકની માતાનું નામ સાયના પીંજરી છે. જેઓ વહેલી સવારે ત્રણ વાગ્યે તેમને પ્રસુતિની પીડા થતા નવી સિવિલ હોસ્પિટલ લાવામાં આવ્યો હતો. તેમની હોસ્પિટલમાં સવારે 4 વાગે સીઝરથી ઓપરેશન કરી પ્રસુતિ કરવામાં આવી હતી, ત્યારબાદ મહિલા અશક્ત હોવાને કારણે તેઓ વારંવાર બેભાન થઈ જતા હતા. તેમની સાથે આવેલા તેમની માતાને નવજાત બાળક આપી દેવામાં આવ્યુું હતું. નવજાત બાળકને તેઓ જ લઈને ફરી રહ્યા હતા. (Surat Civil Hospital baby stolen)
CCTV ફૂટેજ વધુમાં જણાવ્યું કે, બપોરે 1:00 વાગ્યે અમને આ બાબતની જાણકારી મળી કે આ રીતે એક નવજાત બાળક ચોરાયું છે. માહિતી મળતા જ અમે હોસ્પિટલના તમામ સિક્યુરિટી ગાર્ડને એલર્ટ કરી દીધા હતા. સાથે પોલીસને પણ જાણ કરી હતી. તે ઉપરાંત અમે લોકોએ પોતે જ CCTV ફૂટેજ પણ ચેક કર્યા હતા. CCTV ફૂટેજમાં એક મહિલા નવજાત બાળકને સાથે લઈ જતી જોવા મળી રહી છે. હાલ તો આ મામલે અમે ખટોદરા પોલીસને જાણ કરી છે. પોલીસ બાળકની શોધખોળમાં લાગી પણ છે. (Surat Khatodara Police)
કેવી રીતે ધટના બની વધુમાં જણાવ્યું કે, આ બાબતે પરિવારના સભ્યોને પૂછ્યું હતું તો તેમણે જણાવ્યું કે, એક મહિલા અમારી સાથે જ હતી. એ મહિલાને અમે જાણતા નથી. હું બાળકને લઈને બહાર આવી ગઈ હતી. ત્યારે તે મહિલા પણ અમારી સાથે જ હતી અને વહેલી સવારથી જ તે મહિલા અમારી સાથે હતી. એ મહિલાએ બાળકને રમાડવા માટે માંગ્યું પણ ધીરે ધીરે તે કસે જતી રહી. હવે સવારથી અમારી સાથે હતી એટલે અમને એમ કે, આ મહિલા અહીં હોસ્પિટલમાં કામ કરતી હશે. તેથી મેં આ બાળક તેમને આપ્યું હતું. (Surat Crime News)