સુરત : કોરોના કહેર વચ્ચે સુરતમાં તૈયાર આ ખાસ કાપડની ડિઝાઇન ઓરથમ દૃષ્ટિએ ખૂબ જ સારી લાગશે. પરંતુ આ કાપડની ખાસિયત સાંભળી તમે પણ ચોંકી ઉઠશો. કારણ કે, આ કાપડ એન્ટી વાયરલ ઈન્ફેક્શન અને એન્ટી બેક્ટેરિયલ છે. આ કાપડ અંગે પીએમઓએ પણ રુચિ બતાવી છે. સુરતના સચિન ખાતે ગોકુલમ ફેશનના નામે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખી આ ખાસ કાપડ બનાવ્યું છે.
કાપડ બનાવવા માટે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 15થી 30 મિનિટમાં કાપડ પોતેજ ઇન્ફેક્શન કે બેક્ટેરિયાને હટાવી દે છે. હા કેમિકલ અને નેચરલ વસ્તુઓથી આ કાપડ તૈયાર થયું છે.
આ એન્ટિ વાઇરલ ઇન્ફેક્શન અને એન્ટી બેક્ટેરિયલ કાપડ બજારમાં 100થી 200 રૂપિયા પ્રતિ મીટર મળી રહેશે. લોકોને આકર્ષક લાગે આ માટે અનેક ડિઝાઇનો પણ આ કાપડ પર તૈયાર કરવામાં આવી છે.