સુરત : સુરતના એક ફેશન શોમાં (Fashion Show in Surat) વડાપ્રધાન મોદી, રશિયાના વડા પુતિન અને યુક્રેનના વડા ઝેલેન્સ્કી જોવા મળ્યા હતા. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના અંત લાવવા સુરતના બાળકો દ્વારા ફેશન શોના માધ્યમથી વિનંતી કરી હતી. ફેશન શોમાં ત્રણ નેતાઓના માસ્ક પહેરીને બાળકોએ યુદ્ધ વિરામ કરવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો : War 19th Day : ઝેલેન્સકીએ આપી ચેતવણી - નાટો પર રશિયા કરશે મિસાઈલ હુમલા, યુક્રેન સંકટ પર આજે ફરી થશે મંત્રણા
પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા - રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને (Surat Over Russia Ukraine War) 19 દિવસ થઇ ગયા છે. ત્યારે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધ વચ્ચે સુરતની ફેશન ડિઝાઇનિંગ સંસ્થાએ બાળકો માટે ફેશન પ્રોગ્રામનું આયોજન કરીને શાંતિનો સંદેશ આપ્યો છે. રેમ્પ કરનારાઓએ મોદી, (PM Modi in Surat) પુતિન, અને ઝેલેન્સકીનું માસ્ક પહેરી વોક કરી યુદ્ધની જગ્યાએ શાંતિ સ્થાપવા અપીલ કરી હતી. રેઈનબો ક્લબ સુરત ખાતે, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી તેનો વાર્ષિક કિડ્સ ફેશન શો - GKFW 2022 - આગામી સમર/સ્પ્રિંગ ફોલ કલેક્શન 2023નું પ્રદર્શન કર્યું. રોમાંચક ફેશન શો એ શાંતિ અને પ્રેમનો સંદેશો ફેલાવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. એક ક્રમ દ્વારા યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો : આ પણ વાંચો: યુક્રેનમાં યુદ્ધના પગલે અન્ય દેશોમાં વધારાના અમેરિકી સૈનિકોની તૈનાતી
સમાજ પ્રત્યેની તેમની જવાબદારી સર્વોચ્ચ પ્રાથમિકતા - સંસ્થાના ડિરેક્ટર અંકિતા ગોયલે જણાવ્યું કે, નાના બાળકો પ્રદર્શન કરીને શાંતિનો સંદેશ આપ્યો હતો. અમે એક નવી શરૂઆત કરી છે. IDTએ GKFW દ્વારા શાંતિનો સંદેશ આપ્યો. IDTએ તેના દરેક શોમાં સામાજિક સંદેશ ફેલાવ્યો છે. તેમણે સમાજ પ્રત્યેની તેમની જવાબદારી સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. રોગચાળા પછી, આ અમારો પ્રથમ શો છે, અને તે ખાસ કરીને હોશિયાર બાળકો માટે (Fashion Show about War in Surat) આયોજિત કરવામાં આવ્યો હતો. કારણ કે બે વર્ષથી કોઈ આઉટડોર એક્ટિવિટીઝ અને સ્કૂલ ન હોવાને કારણે તેનું આત્મસન્માન અને આત્મવિશ્વાસ કેળવાય અને પ્રતિભાને પોલીશ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી હતું.