સુરત: આજે સરસાણામાં આયોજીત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 અને એક્ઝિબિશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું હતું. જ્યાં તેઓએ સમિટમાં હાજર લોકોને ઓર્ગેનીક ખેતી તરફ આગળ (Global patidar business Summit Registration)આવવા જણાવ્યું હતું સાથે કયું હતું કે 80,000 કરોડનું તેલ દેશના બહારથી આવેએ યોગ્ય નથી. પાટીદાર સમાજના આગેવાનોને સંબોધતા તેઓએ કહ્યું હતું કે, આજ દિન સુધી હું જે પણ તમને કહ્યું જે તે તમે કર્યું છે. આપણે કોઈ નાનું કાર્ય કરવું નહીં હવે વૈશ્વિક કરવું છે.
પાટીદાર ગ્લોબલ ત્રિ-દિવસીય સમીટ - પાટીદાર ગ્લોબલ સમિટ તા. 29 એપ્રિલથી 1 મે દરમિયાન ત્રિ-દિવસીય સમીટ યોજાશે. વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. 30 હજાર ચો.મી. વિસ્તારમાં 950 સ્ટોલ: મહિલા ઉદ્યોગ સાહસિકો, કૃષિ અને ડેરી માટે એક્ઝિબિશન સ્ટોલમાં 50 ટકા રાહત આપવામાં આવી છે. સરદાર ધામ ટ્રસ્ટના ટ્રસ્ટી ગબજી સુતરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષમાં સરદાર ધામ ટ્રસ્ટને 150 કરોડ દાનમાં મળ્યા છે. પાટીદાર સમિટ અમેરિકામાં પણ યોજાશે. અમેરિકા થનાર પાટીદાર બિઝનેસ સમિટ માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપી રહ્યા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજે વિશ્વને પાણી બતાવ્યું છે સમાજ કલ્યાણથી રાષ્ટ્ર કલયાણ સમાજ કરે છે.સાથે પીએમ મોદીએ કહ્યું હતું કે, તમારા છોકરાઓ ઝંડા લઈને મુર્દાબાદ, મુર્દાબાદ કરતા નિકળી પડે છે તો તેમને સમજાવો કે જ્યોતિગ્રામ યોજના આવી તે પહેલા કેવા અંધારામાં રહેતા હતા
આ પણ વાંચોઃ વડોદરા ખાતે યોજાયેલ 'ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રમોશનલ પ્રોગ્રામ-5' માં પાટીલે આપી હાજરી
યુવક ઇન્ટરપીનાર બને, આ માટે સરકાર કટિબદ્ધ - વડાપ્રધાન મોદીએ સમિટમાં હાજર( Patidar Business Summit)લોકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, વિશ્વ માં સૌથી ઝડપી વિકસતું શહેરમાં સુરત છે અને તમે ત્યાં બેસીને નવું સંકલ્પ લઇ રહ્યા છો. સરદાર ધામ સાથે જોડાયાળેલાં લોકોને મળવાનું તક મળ્યું છે. દેશને જ્યારે નવી આઝાદી મળી ત્યારે પ્રારંભિક દિવસો હતા ત્યારે તેવી વિકટ પરિસ્થિતિમાં સરદાર પટેલે કહ્યું હતું કે દેશમાં સંપદાની કોઈ અછત નથી અમને પોતાના મસ્તિષ્કને આ સંપદા માટે વાપરવું પડશે. અમે સરદાર સાહબની આ વાત ને ભુલવું જોઈએ નહીં. અમને આત્મ વિશ્વાસ મજબૂત કરવું પડશે અને ત્યારે આત્મ વિશ્વાસ આવશે જ્યારે તમામ ની વિકાસમાં ભાગીદારી હશે. સરકારનું હમેશા પ્રયાસ રહેશે કે દેશમાં એવું વતારવારણ બને કે સામાન્ય પરિવારથી આવનાર યુવક ઇન્ટરપીનાર બને, આ માટે સરકાર કટિબદ્ધ છે. ઇનિવેશન અને નવા આઈડિયા માટે એકસાથે કામ કરવામાં આવી રહ્યું છે. કોરોના કાળ હોવા છતાં MSME સેકટરમાં પણ વિકાસ જોવા મળ્યું છે. આ વખતની સમિટમાં સૌનું વિકાસને લાઈને ચર્ચા ચાલી રહી છે. આ વાતનું ગર્વ છે.
આ પણ વાંચોઃ સુરતમાં આ તારીખે યોજાશે Global Patidar Business Summit 2022
20-25 લોકોનું ગ્રૂપ બનાવો - તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે વિચાર કરવું પડે કે માત્ર જમીનો લેવી કે વેચવી, નહોતી મોટી યોજના અને સ્કીમો અને હીરાની દુનિયામાં હીરા બનાવ્યા. આ વાતો થી તમને બીજી દુનિયામાં લઇ જવા માંગુ છું કે 20-25 લોકોનું ગ્રૂપ બનાવો અને જેમાં સમાજના સિનિયર સીટીઝનને પણ રાખો દેશને આગળ વધારવા માટેના મુદ્દાઓ અંગે ચર્ચા કરો, સરકારના કાર્ય અને નીતિઓ અંગે ડોક્યુમેન્ટરી બનાવે, બેન્કિંગ માટે પણ ચર્ચાઓ થવી જોઈએ. નીતિઓમાં ક્યાં ભૂલ છે સહિત અન્ય વિષયો ઉપર ચર્ચા કરવી. ગ્લોબલ સ્ટેન્ડર્ડ અંગે વિચારવું. હું પોતે પ્રેઝન્ટેશન જોઇશ. અને સરકારના લોકો પણ જોશે. યુનિવર્સિટીમાં કોર્ષ બદકવાની જરૂર હોય તો તે પણ કરી શકાય.
અપેક્ષા આપણી પાસે નહિ મુકું તો કોની પાસે મુકું - સાથે તેઓએ કહ્યું હતું કે,સરકાર જે શિક્ષાને લઈ નીતિ લાવી છે તે ઐતિહાસીક છે ગૌરવ લેવી બાબત છે તેમે પણ નેશનલ પોલિસીની સ્ટડી કરી લાભ લેવા માટે નીતિ બંધારણમાં શું ફેરફાર કરી શકીએ તે વિચારવું જોઈએ. અહીં બેસેલા લોકો 99 ટકા ખેડૂતના દીકરાઓ છો. તમે કરોડો રૂપિયામાં ભલે રમો પણ આપણું મૂળ ખેતી છે. ગુજરાતની ખેતી આધુનિક બનાવવા માટે આગળ આવે દુનિયાનું પેટ ભરવાની તાકાત ગુજરાતમાં છે આ એક મોટું બિઝનેસ છે. જો ડેરી ઉદ્યોગ વિકસ્યું ન હોત તો આપણા ગામડા શું સ્થિતિ હોત. એવી તાકાત કૃષિને મળી શકવા છે. એગ્રો બેઝ કૃષિ હોય એ અપેક્ષા આપણી પાસે નહિ મુકું તો કોની પાસે મુકું?
80 હજાર કરોડનું તેલ બહાર લાવું પડે એ કેમ ચાલે - પાટીદાર સમિટમાં આહવાન કરતા તેઓએ જણાવ્યું હતું કે, પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ આપણી ખેતીમાં આવી નથી. તમે ખેડૂતના દીકરાઓ જો કરોડો રૂપિયામાં રમતા હોય તેમ છતાં 80 હજાર કરોડનું તેલ બહાર લાવું પડે એ કેમ ચાલે?
અન્ન દાતાઓ ઉર્જા દાતાઓ બની શકે - તેઓએ કહ્યું હતું, ગોબર ધન ભારત સરકારે નક્કી કર્યું છે. જે રીતે ડેરીનું આખું મોડલ છે તે જ રીતે ગોબર ધન થી મોડલ બનાવી શકાય. ઉદ્યોગની જરૂરિયાત ગેસ મારફતે પુરી કરી શકાય છે. ખેતરમાં સોલાર પેનલ લગાવી શકાય અન્ન દાતાઓ ઉર્જા દાતાઓ બની શકે છે. પાયાના કામ માટે તમે મારી મદદ કરી શકો છે. આ સેવાનું કામ છે. જે માટે યુવા ધન ને આગળ આવવું પડશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એક જિલ્લામાં 75 તળાવ બનાવી શકાય છે એ વિચાર હોવું જોઇએ. જિલ્લાઓને દત્તક લાવવા માટે હાકલ કરું છું. જે ખૂબ જ આકર્ષક અને ઉપયોગી રહે. જ્યારે હું સીએમ હતો ત્યારે ચેક ડેમ બનાવ્યું તેના કારણે જમીનોના ભાવ વધ્યા. ટેકનોલોજી ખૂબ જ મોટી શક્તિ ધરાવે છે. આયુર્વેદની માંગ વધી રહી છે. યુવાનો આયુર્વેદ ક્ષેત્રમાં સ્ટાર્ટ ઉભું કર્યું છે. આર્થિક સામ્રાજ્ય ઉભું કરી શકાય પરંતુ આ વખતે શહેર નહીં નાના શહેરો અને નાના ગામડામાં આ કાર્ય કરવાનું છું. આજ દિન સુધી હું જે પણ તમને કહ્યું જે તે તમે કર્યું છે. આપણે કોઈ નાનું કાર્ય કરવું નહીં હવે વૈશ્વિક કરવું છે.