ETV Bharat / state

દારૂની પ્રવૃત્તિ રોકવામાં નિષ્ફળ રહેલા કડોદરા GIDC પોલીસ મથકના પી.આઈ. સસ્પેન્ડ

કડોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા અંત્રોલી ગામની સીમમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કાર્ટીંગ થઈ રહેલા 24.45 લાખના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો હતો. આ મામલે કડોદરા પોલીસની નિષ્ફળતા સામે આવતા રાજ્ય પોલીસ વડાએ કડોદરા પી.આઈ.ને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.

દારૂની પ્રવૃત્તિ રોકવામાં નિષ્ફળ રહેલા કડોદરા GIDC પોલીસ મથકના પી.આઈ. સસ્પેન્ડ
દારૂની પ્રવૃત્તિ રોકવામાં નિષ્ફળ રહેલા કડોદરા GIDC પોલીસ મથકના પી.આઈ. સસ્પેન્ડ
author img

By

Published : Jun 2, 2021, 8:26 PM IST

  • 11 મેના રોજ પકડાયો હતો દારૂ
  • રૂપિયા 24.45 લાખના દારૂ સાથે એક ઝડપાયો હતો
  • પોલીસે સ્થળ પરથી ટ્રક અને પાંચ કાર કબ્જે લીધી હતી

સુરતઃ ગત 11 મેના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પલસાણા તાલુકાના કડોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા અંત્રોલી ગામની સીમમાં કાર્ટિંગ થઈ રહેલા 24.45 લાખ રૂપિયાના વિદેશી દારૂ ભરેલી ટ્રક અને પાંચ કાર સાથે એકને ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં કડોદરા પીઆઇ એ.પી.બ્રહ્મભટ્ટને રાજ્ય પોલીસ વડાએ સસપેન્ડ કરતા ભારે ચકચાર મચી ગઇ છે.

અલગ-અલગ વાહનોમાં થઇ રહ્યું હતું કાર્ટીંગ

ગત 11 મેના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સુરત જિલ્લામાં પેટ્રોલીંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, સોહન ઉર્ફે સન્ની કિશોર પટેલ, મહારાષ્ટ્રના નવાપુર ખાતે રહેતા વિશ્વાસ ભીમરાવ ગડરી તેમજ તેનો ભાઈ ગોરખ રૂફે પિન્ટુ ભીમરાવ ગડરી પાસેથી ગેરકાયદેસર રીતે મોટા જથ્થામાં દારૂનો જથ્થો ટ્રકમાં ભરી કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અંત્રોલી ગામની સીમમાં દારૂનું કાર્ટિંગ કરી રહ્યો છે અને આ દારૂનો જથ્થો કેયૂર રોહિત ભંડારી, બદરી જાટ ઉર્ફ બદરી મારવાડી, સંજય ઉર્ફે ગપો કાંતિલાલ પટેલ, મનીષ મારવાડીને મોટા પ્રમાણમાં ગેરકાયદે જથ્થો વેચાણ અર્થે પૂરો પાડી દારૂની હેરફેરી જુદા જુદા વાહનોમાં કરવામાં આવી રહી છે.

એક ઝડપાયો બાકીના નાસી છૂટ્યા હતા

આ બાતમીના આધારે પોલીસે કાર્ટિંગ વાળી જગ્યાએ છાપો મારતા દારૂ લેવા માટે આવેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. એક ઇનોવા કારનો ચાલક સ્થળ પરથી કાર લઈને ફરાર થઈ ગયો હતો. તો કેટલાક શખ્સો તેમના વાહનો સ્થળ પર જ મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક સંતોષ રઘુનાથ પિરા પવાર (રહે નવું ફળિયું, વિસરવાડી, જી. નંદુરબાર, મહારાષ્ટ્ર)ને પકડી લીધો હતો. પૂછપરછમાં સંતોષે જણાવ્યુ હતું કે તે છેલ્લા બે મહિનાથી નવાપુરના પિન્ટુ ભીમરાવ ગડરી તથા તેના ભાઈ વિશ્વાસ ભીમરાવ ગડરીના દારૂના ધંધામાં ડ્રાઇવરની નોકરી કરે છે અને તે ગુજરાતમાં દારૂ ભરેલી ટ્રક લઈને આવતો હતો.

પોલીસે રૂપિયા 63.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસે સ્થળ પરથી 17,961 બોટલ વિદેશી દારૂ કિમત રૂપિયા 24 લાખ 45 હજાર 360, રોકડા રૂપિયા 5700, ટ્રક કિમત રૂપિયા 20 લાખ, પાંચ કાર કિમત રૂપિયા 18.50 લાખ, ત્રણ મોબાઇલ ફોન કિમત રૂપિયા 1500, તાડપત્રી અને રસ્સી કિમત રૂપિયા 2 હજાર મળી કુલ 63 લાખ 4 હજાર 560 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ પણ વાંચોઃ સુરત LCBની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે 1 શખ્સને ઝડપી પાડ્યો

14ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા

પોલીસે આ ગુનામાં દારૂનો જથ્થો પૂરો પાડનારા વિશ્વાસ ભીમરાવ ગડરી તેનો ભાઈ ગોરખ ઉર્ફે પિન્ટુ ભીમરાવ ગડરી, જથ્થો મંગાવનારા સોહન ઉર્ફે સન્ની કિશોર પટેલ, સોહન પાસેથી દારૂ લેવા આવનારા કેયૂર ભંડારી (રહે બારડોલી, બદરી જાટ ઉર્ફે બદરી મારવાડી, સંજય ઉર્ફે ગપો પટેલ, મનીષ મારવાડી, સુરેશ સહિત 14 જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પી.આઈ.સસ્પેન્ડ થવાથી પોલીસ બેડામાં ફફડાટ

આ કાર્યવાહી બાદ રાજ્ય પોલીસ વડાએ વિદેશી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવામાં નિષ્ફળ રહેલા કડોદરા પી.આઈ. આનંદ બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર આપ્યો હતો. પોલીસ વડા આ આદેશને પગલે સુરત ગ્રામ્ય પોલીસમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.