સુરતઃ માંગરોળના ધામરોડ ખાતે વતનમાં જવા પાસ બનાવવા મોટી સંખ્યામાં પરપ્રાંતિઓ ઉમટ્યા હતા, સ્થાનિક તંત્ર દ્વારા વાહન નંબર અને વતન જવા વાળાઓનું થર્મલ સ્કેનિંગ દ્વારા ચેકીંગ કરાયું હતું.
વડાપ્રધાન દ્વારા રાજ્યના બધા મુખ્યપ્રધાનો સાથે મિટિંગ કર્યા બાદ પરપ્રાંતિઓને પોતાના વતન જવા તમામ રાજ્યોએ સંકલન કરી એકબીજા રાજ્યના લોકોને સુરક્ષિત પોતાના રાજ્યમાં મોકલવાનું નક્કી થતા સુરતમાં અલગ-અલગ જગ્યા પર નોડલ અધિકારીઓની નિમણુંક કરી પરપ્રાંતીય લોકોએ વતન જવા નોંધણી અને આરોગ્યની ચકાસણી કર્યા બાદ પોતાના વતન જઇ શકશે.
સુરત અને ભરૂચ જિલ્લાની બોર્ડર પર આવેલા ધામરોડ નજીક સુરતની હદમાં પરપ્રાંતિઓની નોંધણી શરૂ કરતા મસમોટી લાઈનો લાગી હતી. જો કે, સુરત અને ભરૂચ પોલીસની હદ હોવાથી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.
સમગ્ર દેશમાં કોરાના વાઇરસના કારણે સરકાર દ્વારા લોકડાઉન 1 અને હવે પાર્ટ 2 જાહેર કરતા લોકો પોતાના વતન જવા માટે જીદ કરી સુરત જિલમાં અને શહેરમાં અવાર નવાર પોલીસ સાથે ઘર્ષણ થતું હતું. અંતે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સંકલન કરી પરપ્રાંતિઓને પોતાના વતન મોકલવા ચોક્કસ નિયમોનું પાલન કરવાનું રહેશે. જેમાં ક્યાં વાહનોમાં જવાના કેટલા લોકો જવાના તમામની નોંધણી કરવાની સાથે તેમના આરોગ્યની ચકાસણી કર્યા બાદ જ વતન જવા પાસ આપવામાં આવશે. જો કે,સુરત જિલ્લામાં અલગ-અલગ સેન્ટરો પર આ કાર્યવાહી હાલ ચાલી રહી છે.
જેમાં સુરત અને ભરૂચની બોર્ડર ગણાતા નેશનલ હાઇવે 48 પર ધામરોડ નજીક આ નોંધણી કાર્ય હાલ ચાલી રહ્યું છે. જેમાં માંગરોળ મામલતદાર કચેરીના અધિકારીઓ, આરોગ્ય અધિકારી અને પોલીસ તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યા છે.
એક તરફ કોરાનાની સંખ્યા સુરત ગ્રામ્ય અને જિલ્લામાં વધી રહી છે. કોરાના ચેપી અને ઘાતક હોવા છતાં લોકો પોતાના વતન જવા લાઈનો લગાવી રહ્યા છે. આવા સમયે અધિકારીઓ,આરોગ્ય ટિમ અને કોસંબા સહિત જિલ્લાની પોલીસ જીવન જોખમે ફરજ નિભાવી રહી છે.
કોસંબાના ધામરોડ ખાતે મોટી સંખ્યામાં પરપ્રાંતિઓ પોતાના વતન જવા ઉમટી પડ્યા છે. જેના કારણે તંત્રને તેમના આરોગ્ય અને નોંધણી કામમાં ભારે તકલીફ પડી રહી છે.
હાલતો પરપ્રાંતિઓને વતન જવા એટલે કે, રાજેસ્થાન,ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા,બિહાર જેવા રાજ્યોના લોકોને તેમના વતન મોકલવાની કામગીરી ચાલી રહી છે. આવા સમયે સુરત જિલ્લામાં અફવા પણ ઉડી રહી છે કે, સોરાષ્ટ્ર વાસીઓને જવા માટે પણ નોંધણી થઈ રહી છે. જે અફવાના પગલે સુરત ગ્રામ્ય અને શહેરમાં વસતા સોરાષ્ટ્રવાસીઓ પણ પોતાના વાહનો અને પરિવાર સાથે નીકળી પડતા પોલીસે તેમને સમજાવી સુરત પરત કરી રહ્યા છે.
હાલતો માત્ર પરપ્રાંતિઓ ને વતન મોકલવા નોંધણી અને તેમના આરોગ્યની ચકાસણી ચાલી રહી છે. જો કે, સૌરાષ્ટ્ર જવા માટે લોકો ઉમટી પડતા નેશનલ હાઇવે 48 પર સુરતથી ભરૂચ જવાના માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
આ મુસીબતના સમયે વતન જવા વારા કરતા સુરત ગ્રામ્ય અને ભરૂચ પોલીસની પરીક્ષા થઈ રહી છે. સાથે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ કોરાનાની દહેશત વચ્ચે જીવન જોખમે ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે વતન જવા માટે નીકળેલા લોકોએ શાંતિ પૂર્વક અને સોશિયલ ડિસ્ટન રાખી પોલીસ અને પશાસનને સહકાર આપવો જોઈએ.