ETV Bharat / state

કામરેજ અને પલસાણાના 13 ગામમાં શુક્રવારથી આંશિક લોકડાઉન

author img

By

Published : Apr 22, 2021, 7:34 PM IST

કામરેજ પ્રાંત અધિકારી દ્વારા પલસાણા અને કામરેજ તાલુકાના 13 ગામમાં 23થી 30 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન કરવાની અપીલ કરવામાં આવી છે. આ ગામમાં સવારે 7થી બપોરે 2 કલાક સુધી જ બજારો ખુલ્લી રહેશે.

કામરેજ અને પલસાણાના 13 ગામમાં શુક્રવારથી આંશિક લોકડાઉન
કામરેજ અને પલસાણાના 13 ગામમાં શુક્રવારથી આંશિક લોકડાઉન

  • વિકેન્ડમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે
  • અન્ય ગામને પણ અમલ કરવા અનુરોધ
  • 7થી 2 કલાક સુધી જ બજાર ખુલ્લી રહેશે

સુરતઃ જિલ્લાના પલસાણા અને કામરેજ તાલુકાના કુલ 13 ગામમાં 23થી 30 એપ્રિલ સુધી આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત શનિવાર અને રવિવારના રોજ સંપૂર્ણ વિકેન્ડ લોકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવાની અપીલ કામરેજ SDM(સબ ડિવિઝનલ મેેજેસ્ટ્રેટ) દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ મોરબીના પાનેલી ગામમાં આંશિક લોકડાઉન

સંક્રમણ વધતાં આંશિક લોકડાઉનનો નિર્ણય

સુરત શહેરની સાથે જિલ્લામાં વધી રહેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે લોકડાઉન જ એક અંતિમ ઉપાય જણાઇ રહ્યો છે. ઘણી જગ્યાએ લોકો સ્વૈચ્છિક લોકડાઉન અપનાવી રહ્યા છે. કેટલીક જગ્યાએ વહીવટી તંત્ર દ્વારા બજાર બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. સુરત જિલ્લાના કામરેજ પ્રાંત દ્વારા પણ શુક્રવારથી એટલે કે 23થી 30મી એપ્રિલ સુધી આંશિક લોકડાઉન કરવા માટે કામરેજ તાલુકાના 7 અને પલસાણા તાલુકાના 6 ગામ અને એક નગરપાલિકાને જાહેર અપીલ કરી છે. આ સમયગાળા દરમિયાન સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવા જણાવાયું છે. ત્યારબાદ આવશ્યક સેવાઓ સિવાયના તમામ જાહેર બજાર બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

શનિ અને રવિવારના રોજ સંપૂર્ણ લોકડાઉન

સપ્તાહના અંતિમ બે દિવસો શનિવાર અને રવિવારના રોજ આવશ્યક સેવા સિવાય સંપૂર્ણ લોકડાઉન કરવા માટે તાકીદ કરી છે. તેમજ આ દિવસો દરમિયાન લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.

આ ગામમાં આંશિક લોકડાઉન જાહેર

કામરેજ તાલુકાના કામરેજ, ખોલવડ, નવાગામ, વાવ, ઊંભેળ, માંકણા, ધોરણ, પારડી અને પલસાણા તાલુકાના પલસાણા, વરેલી, ચલથાણ, તાતીથૈયા અને જોળવા તેમજ કડોદરા નગરપાલિકામાં આ સૂચનાનો અમલ કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય ગામ પણ આ સૂચનાની અમલવારી કરે તેવી પ્રાંત અધિકારી દ્વારા તાકીદ કરવામાં આવી છે. જેથી કોરોનાના સંક્રમણ પર કાબૂ મેળવવા મદદરૂપ બની શકાય.

આ પણ વાંચોઃ રાજ્યના વેપારીઓએ કરી આંશિક લોકડાઉનની માગ

આવશ્યક સેવાઓને અપાઇ મુક્તિ

આ અનુરોધના પાલનમાંથી હોટલને પાર્સલ સુવિધા, ઔદ્યોગિક એકમોમાં મજૂરોની આવનજાવન, શાકભાજી વિતરણ, ઉપરાંત આવશ્યક અને ઈમરજન્સી સેવાઓને મુક્તિ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.