સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પર મોટી સંખ્યામાં વાલીઓ ભેગા થયા હતા. આ તમામ વાલીઓની માંગ હતી કે FRC દ્વારા નિર્ધારીત કરવામાં આવેલી ફી બાદ પણ અત્યાર સુધી કેટલીક શાળાઓએ વધારામાં લેવાયેલી ફી વાલીઓને પરત કરી નથી એવું જ નહીં અનેક શાળાઓ એડમિશનના સમયે ડોનેશન પણ લીધા હતા, તે પણ અત્યાર સુધી શાળા સંચાલકોએ વાલીઓને આપ્યા નથી.
કેટલીક શાળાઓએ FRCના નીતિનિયમોને ધોળીને પી ગયા છે અને મનમાની કરી રહ્યા છે. જેથી ઉશ્કેરાયેલા વાલીઓનો આરોપ છે કે, FRC અને શાળા સંચાલકોની મિલીભગતના કારણે જ આવી મનમાની થઈ શકે.વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીથી માગ કરી છે કે તેઓ હસ્તક્ષેપ કરી શાળાઓને નિર્દેશ આપે અને વધારામાં લેવાયેલી શાળા ફીસને શાળા સંચાલકો પરત કરે.