સુરતમાં ચાર દિવસથી વરસાદી માહોલ રહ્યો છે. શહેર અને જિલ્લામાં વરસાદે ફરી રી -એન્ટ્રી કરી છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં નોંધાઈ રહ્યો છે. સૌથી વધુ વરસાદ માંડવી અને ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. જો કે મોડી રાતથી મેઘરાજા સુરતમાં ધોધમાર વરસ્યા છે. મોડી રાતથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી વરસ્યો હતો. સુરતમાં રાત્રીના બાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી એક ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો હતો. જ્યારે કામરેજ તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
- બારડોલી :45 મી.મી.
- ચોર્યાસી :57
- કામરેજ :44
- મહુવા 28
- માંડવી :40
- માંગરોળ :26
- ઓલપાડ :4
- પલસાણા :34
- ઉમરપાડા :8
- સુરત સીટી: 57 મી.મી.વરસાદ
સવારે 10 વાગ્યા સુધીની સપાટી...
- ઉકાઈ ડેમ: 339.71ફૂટ
- ઇનફ્લો :75000
- આઉટફ્લો :75000
- કાંકરાપાર: 166.60
- ડિશચાર્જ :1,11,700
- સુરત વિયર કમ કોઝવે: 8.63 મીટર
- રૂલ લેવલ 5.65 મીટર
- ભયજનક સપાટી 6.00 મીટર
આ સાથે સુરતનો વિયર કમ કોઝવે પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યો છે. 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે હજુ બે દિવસ વરસાદી માહોલ રહે તેવી શકયતા છે.