કામધંધા અર્થે લાખો લોકો ઓડિશાથી હજારો કિલોમીટર દૂર સુરતમાં આવીને વસ્યા છે. આપત્તિના સમયમાં તેઓ મદદ માટે આગળ આવ્યા છે. મૂળ ઓરિસ્સાના લોકો સુરતથી પોતાના રાજ્યના લોકો માટે રાહત સામગ્રી મોકલાવી રહ્યા છે. આજે આ રાહતસામગ્રીનો જથ્થો પુરી એક્સપ્રેસ ટ્રેનમાં રવાના કરાયો છે. જેમાં પીવાનું પાણી, પૌઆ, ખાંડ અને બિસ્કીટ જેવી ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરાયો છે.
મુશ્કેલીના સમયમાં ઓડિશાના લોકો પોતાનું જીવન નિર્વાહ કરી શકે તે માટે શક્ય હોય તેટલી મદદ કરવા દરેક લોકોએ આગળ આવવું જોઈએ તેવી અપીલ સુરતમાં રહેતા ઓડિશાના લોકોએ કરી છે.