ETV Bharat / state

Surat News : રોજગારી માટે ક્રાફ્ટ રૂટનું આયોજન, આનંદીબેને કહ્યું લોચો ખાવા માટે કરોડપતિ લાઈનમાં રહે છે - સાયન્સ સેન્ટર ખાતે ક્રાફટ રૂટ્સ એક્ઝિબિશન

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની હાજરીમાં (Anandiben Patel Surat visit) સુરતમાં ક્રાફટ રૂટ્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આનંદીબેન પટેલે મહિલાઓને લઈને મહત્વની વાત કરી તો બીજી તરફ સુરતને મીની ઇન્ડિયા કહ્યું હતું. આ ઉપરાંત તેઓએ સુરતનો પ્રખ્યાત લોચાને લઈને પણ વાત કરી હતી. (Craft Route Exhibition in Surat)

Surat : રોજગારી માટે ક્રાફ્ટ રૂટનું આયોજન, આનંદીબેને કહ્યું લોચો ખાવા માટે કરોડપતિ લાઈનમાં રહે છે

author img

By

Published : Jan 19, 2023, 5:48 PM IST

સાયન્સ સેન્ટર ખાતે ક્રાફટ રૂટ્સ એક્ઝિબિશનનું આયોજન

સુરત : શહેરના સાયન્સ સેન્ટર ખાતે ક્રાફટ રૂટ્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે સુરતના લોકોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સુરતનો લોચો ખાવા માટે કરોડપતિ લાઇનમાં ઉભા રહી છે. કલાકારો આ લોચો ખાવો જોઈએ.

બેંકનું એકાઉન્ટ મહિલાઓના નામથી હોવું જોઈએ : ક્રાફટ રૂટ્સ એક્ઝિબિશનમાં મુખ્ય અતિથિ તરીકે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, આપણા સમાજમાં ધીરે ધીરે કલાને સમજવા લાગ્યા છે. આપણે કલાકારોની જીવંત રાખવું છે અને તેમની કલાની પણ આપણી પ્રાચીન જે કાલઓ છે. એને આગળ વધવાનું છે. આ ઉપરાંત બેંકનું એકાઉન્ટ મહિલાઓના નામથી હોવું જોઈએ. નહિ કે, પુરુષોના નામથી પુરુષો કામ કરે તો તેમના નામથી એકાઉન્ટો હોય છે. મહિલા કામ કરે તો તેમના પતિના નામથી એકાઉન્ટ હોય છે. મહિલાઓ જ્યારે ઘરનું કામ કરે છે. ત્યારે પતિના સામે પૈસાની માંગણી કરે છે. એના કારણે સરકાર દ્વારા જ્યારે નરેન્દ્ર મોદી અહીંના મુખ્યપ્રધાન હતા, ત્યારે પણ આ કામ કર્યું હતું કે મહિલાઓના નામથી બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે અને મહિલાઓ જે કમાતી હોય તે તેમના એકાઉન્ટમાં જમા થવું જરૂરી છે.

આ પણ વાંચો ચટપટી વાનગીનો ચસકો, સ્પર્ધામાં મહિલાઓએ જોરદાર ડીશ તૈયાર કરી

સુરત મીની ઇન્ડિયા : વધુમાં જણાવ્યું કે, સુરત મીની ઇન્ડિયા છે. હિમાચલના લોકો પણ અહીં મળશે ઝારખંડના લોકો પણ અહીં જોવા મળશે. બિહાર અને ઉત્તર પ્રદેશ અહીં પહેલાથી જ છે. સુરત ઉત્તર પ્રદેશ અને બિહારથી ભરાયેલું છે. આ લોકો આવ્યા હતા. તો એક નાનકડી રોટલી લઈને આવ્યા હતા. પરંતુ પોતાના મહેનતથી આજે સુરત નહિ આખા વિશ્વમાં છવાઈ ગયા છે.

લોચો ખાવા માટે કરોડપતિ લાઈનમાં : વધુમાં જણાવ્યું કે, સુરતમાં વહેલી સવારથી હોટલોમાં ખાવા માટે લાઈનો લાગી જતી હોય છે. સુરતમાં લોચો ખાવા માટે કરોડપતિ લોકો પર લાઈનમાં ઊભા રહે છે. આ સુરતની વિશેષતાઓ છે. તમને ખ્યાલ નહિ આવશે કે તેમના ઘરમાં 10 ગાડીઓ હશે પરંતુ અહીં આવીને તેઓ લાઇનમાં ઊભા રહે છે. તો આ સુરત છે. સુરત એ સુરતની સ્થિતિ બદલી દીધી છે. આખા ભારતની સ્થિતિ બદલી દીધી છે અને આગળ જઈને વિશ્વની સ્થિતિ બદલી દેશે.

આ પણ વાંચો હિંસાનો ભોગ બનેલી મહિલાઓ માટે આનંદીબેન પટેલ એક્શનમાં, કહ્યું...

રોજગારી માટે આયોજન : આ આયોજનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ક્રાફટ રૂટ્સ એક્ઝિબિશનના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ એક્ઝિબિશનમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલ, ભાજપના શહેર પ્રમુખ, મેયર તેમજ ભાજપના કોર્પોરેટરો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ક્રાફટ રૂટ્સ એક્ઝિબિશનમાં અલગ અલગ રાજ્યોમાંથી હસ્ત કલાની વિવિધ વસ્તુઓ હસ્તકલાકારો ક્રાફટ રૂટમાં આવ્યા છે. હસ્ત કલા સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળે તે હેતુથી ક્રાફટ રૂટનું આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.