સુરત: એક સાથે બે સ્થળોએ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં શહેરમાં ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ રઘુકુળ માર્કેટના બીજા માટે માળે આગ લગતા માર્કેટમાં દોડધામ મચી ગઇ હતી. જોકે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની કુલ 9 જેટલી ગાડીઓ પોહચીને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઇ ન હતી. તો બીજી બાજું સચિન વિસ્તારમાં આવેલ ફાઈન ક્રિએક્શન ઇન્ડસ્ટ્રીયલમાં પણ આગ લાગી જતા અફરાતફરી સર્જાઇ હતી.
આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત: જોકે ફાયર વિભાગને જાણ કરતા કુલ 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં એક કામદારનું મોત પણ નીપજ્યું હતું. હાલ આ મોતને લઈ સચિન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
'આજે સાંજે એક સાથે શહેરના બે સ્થળે આગ લાગી હતી. જેમાં સૌપ્રથમ વખત ફાયર વિભાગને 5:56 એ કોલ મળ્યો હતો કે, ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ કમેલા દરવાજા પાસે રઘુકુળ માર્કેટના બીજા માટે આવેલ દુકાન નંબર 2620 થી 2627 માં આગ લાગી ગઇ હતી તો ત્યાંજ 2664 થી 2671 માં પણ આજ પ્રકારે આગ લાગી ગઈ હતી.આ આગમાં ચણિયાચોળી, સાડી, લેંઘા અને અન્ય ઓફિસના સામાનો બળીને ખાખ થઈ ગયા હતા.' -વસંત પરિખ, એડિશનલ ફાયર ઓફિસર
આગ લાગવાનું કારણ અકબંધ: ફાયર વિભાગને કુલ 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી. અને આગ લાગવાની સાથે જ આખું રઘુકુળ માર્કેટને ખાલી કરી દેવામાં આવ્યું હતું. આગ કયા કારણસર લાગી હતી તે હજી સુધી જાણી શકાયું નથી.
4 કામદારોનું રેસ્ક્યુ: વધુમાં જણાવ્યું કે, બીજી ઘટના શહેરના સચિન વિસ્તારમાં આવેલ હોજીવાલાના ફાઈન ક્રિએક્શન ઇન્ડસ્ટ્રીયલમાં પણ આગ લાગી હતી જ્યાં એક બાદ એક ત્રણે ફ્લોરમાં આગ લાગી હતી અને બીજા ફ્લોર ઉપર કુલ 4 કામદારો કામ કરતા હતા. તેઓ આગની ઘટનામાં ત્યાં ફસાઈ ગયા હતા. જોકે ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ ત્યાં પહોંચીને સૌપ્રથમ વખત ફસાયેલા મજૂરોનું સહી સલામત રેશક્યું કરવામાં આવ્યું હતું. તેમાંથી એક મજુર મરણ હાલતમાં ત્યાં મળી આવ્યો હતો. મરણ હાલતમાં મળી આવેલ વ્યક્તિનું નામ રાહુલ પાટીલ જેઓ 22 વર્ષના હતા.