ETV Bharat / state

દિવાળીના દિવસોનો તસ્કર ટોળકી ઉઠાવી રહી છે ભરપૂર લાભ, અડાજણમાં વધુ એક દુકાનને બનાવી નિશાન - સીસીટીવી ફૂટેજ

સુરત: દિવાળીના દિવસોનો ભરપુર લાભ તસ્કર ઉઠાવી રહ્યાં છે, ત્યાં વધુ એક દુકાનને નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરી તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ છે. જોકે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. આ સમગ્ર ઘટનાને લઇને અડાજણ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

દિવાળીના દિવસોનો તસ્કર ટોળકી ઉઠાવી રહી છે ભરપૂર લાભ, અડાજણમાં વધુ એક દુકાનને બનાવી નિશાન
author img

By

Published : Nov 5, 2019, 10:03 PM IST

સુરતના પાલનપુર જકાત નાકા રોડ નજીક વર્ષા સોસાયટીમાં હિમાંશુ પતંજલિ સ્ટોર્સ નામની દુકાન આવેલી છે. જેમાં અજાણ્યા શખ્સોએ રાત્રી દરમિયાન દુકાનનું શટર ઊંચુ કરી પ્રવેશ કર્યો હતો. બાદમાં દુકાનના ડ્રોવરમાં રાખેલ કુલ 22300ની રોકડ રકમને ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.

દિવાળીના દિવસોનો તસ્કર ટોળકી ઉઠાવી રહી છે ભરપૂર લાભ, અડાજણમાં વધુ એક દુકાનને બનાવી નિશાન

ઘટનાને લઇને વેપારીએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે અડાજણ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Intro:સુરત : દિવાળીના દિવસો નો ભરપુર લાભ તસ્કર ઉઠાવી રહી છે.ત્યાં વધુ એક દુકાન ને નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરી તસ્કર ટોળકી ફરાર થઈ  ગઈ છે.જોકે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે.અડાજણ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Body:સુરતના પાલનપુર જકાત નાકા રોડ નજીક વર્ષા સોસાયટી માં હિમાંશુ પતંજલિ સ્ટોર્સ નામની દુકાન આવેલી છે... પાલનપુર જકાતનાકા ખાતે આવેલી દીનદયાળ  સોસાયટીમાં રહેતા રવિભાઈ સતિષભાઈ ગજર નામના વેપારી દુકાન ના માલિક છે..વેપારીની દુકાનને અજાણ્યા શખ્સો દ્વારા રાત્રી દરમ્યાન નિશાન બનાવવામાં આવી હતી.. રાત્રિ દરમિયાન આવેલા અજાણ્યા બે શખ્સોએ દુકાનનું શટર ઊંચું કરી કાચ નો મુખ્ય દરવાજો પણ તોડી નાંખી પ્રવેશ કર્યો હતો.. અજાણ્યા તસ્કરોએ સૌપ્રથમ દુકાનનો એલ્યુમિનિયમ નો દરવાજો બેન્ડ કરી ત્યાર બાદ પ્રવેશ મેળવ્યો હતો. બાદમાં દુકાન ના ડ્રોવર માં મુકેલા ત્રણ દિવસ નો વકરો સહિત સોની અને દસની ચલણી નોટો મળી કુલ 22300 ની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા...ઘટનાની જાણકારી બીજા દિવસે દુકાન માલિકને થતા અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસે દુકાન બહાર લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા બે જેટલા અજાણ્યા ચોર શખ્સો કેદ થયા હતા.જ્યાં સીસીટીવી માં ચોરોની તમામ હરકત કેદ થવા પામી હતી.Conclusion:પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે હાલ દિવાળીના રજાના દિવસો ચાલી રહ્યા છે ,ત્યારે તેનો સંપૂર્ણ લાભ તસ્કર ટોળકી ઉઠાવી રહી છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.