સુરત ધનતેરસના તહેવાર (Festival of Dhanteras) પર લોકો સોના ચાંદીની ખરીદીને શુભ માને છે. ધનતેરસને લઈ જ્વેલરી શોરૂમમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. એક બાજુ દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એ લોકો ખરીદી માટે બજારોમાં ઉમટી પડ્યા છે. આજે સોના અને ચાંદીની ધૂમ ખરીદી સુરત ખાતે થઈ રહી છે. લોકોએ સોના ચાંદીના પ્રી બુકિંગ કરાવવાનું ચાલુ કર્યું છે. એટલું જ નહીં એને ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ જોઈ રહ્યા છે.
સોનાનું પ્રિ બુકિંગ લગ્નસરા માટે ધનતેરસના પર્વ પર સોનાનું પ્રિ બુકિંગ લગ્નસરા માટે કરાવી રહ્યા છે. સુરતના જ્વેલર્સ (Jewelers of Surat) દિપક ચોકસીએ જણાવ્યું હતું કે, સોનાના ભાવમાં આંશિક ઘટાડો થતાં આ વખતે સોનાની ખરીદી સારી જોવા મળી રહી છે. અનુમાન છે કે આવનાર દિવસોમાં પણ સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. જેના કારણે આ વખતે લોકો સારી રીતે ખરીદી કરી રહ્યા છે. એટલું જ નહીં લોકો અગાઉથી જ પ્રિ બુકિંગ કરાવીને પણ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.
હું ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોઉં છું ધનતેરસ પર્વ પર સોનાની ખરીદી કરવા માટે આવેલી પરિધિએ જણાવ્યું હતું કે, આજે સોનાની ખરીદી શુભ ગણવામાં આવે છે. હું સોનાની ચેઇન ખરીદવા આવી છું. આ ખરીદીને હું ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોઉં છું.
પરંપરા યથાવત રાખવા માટે ખરીદી જ્યારે શીતલબહેને જણાવ્યું હતું કે, પ્રાચીનકાલથી જ આ દિવસે સોના ચાંદીની ખરીદી કરવી એ ખૂબ જ શુભ હોય છે. આ પરંપરાને યથાવત રાખવા માટે આજે અમે ખરીદી કરી રહ્યા છે. સોનાના ભાવ ઉપર નીચે થતું હોય છે, પરંતુ આ દિવસે અમે ચોક્કસથી સોનાની ખરીદી કરતા હોઈએ છીએ.
પૂજા પાઠમાં સામેલ કરતા હોઈએ સાથે હેતલબહેને જણાવ્યું હતું કે, ધનતેરસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનો પર્વ છે આ દિવસે અમે જે કંઈ પણ સોના કે ચાંદીની વસ્તુઓ ખરીદતા હોઈએ છીએ. તેને રાત્રિ દરમિયાન પૂજા પાઠમાં સામેલ કરતા હોઈએ છે. જેના કારણે સુખ અને સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવતું હોય છે. જેથી આ દિવસે અમે યથાયોગ્ય ખરીદી કરી રહ્યા છે.