ETV Bharat / state

સુરતમાં ધનતેરસના દિવસે ACBની ટ્રેપમાં લાંચિયા તલાટી ઝડપાયા, ગાંધીનગર FSLની ટીમે મેળવ્યા પુરાવા

author img

By

Published : Nov 21, 2020, 1:06 PM IST

સુરતમાં તલાટી ઓફિસમાં ACB એ છટકું ગોઠવી લાંચિયા મહિલા તલાટીને ઝડપી પાડ્યા હતાં. મહિલા તલાટી હિરલ ધોળકિયા અને વચેટિયો કાંતિ પટેલ 1 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતાં.

ACB
ACB

  • સુરતમાં લાંચિયા મહિલા તલાટી ઝડપાયા
  • એસીબીની ટીમે શુક્રવારે ધનતેરસના દિવસે ગોઠવી હતી ટ્રેપ
  • આ અંગે ગાંધીનગરની એફએસએલની ટીમ કરી રહી છે તપાસ

સુરત: અડાજણના દાળીયા સ્કૂલની બાજુમાં સિટી તલાટીની ઓફિસમાં એસીબીની ટીમે શુક્રવારે ધનતેરસના દિવસે ટ્રેપ ગોઠવી 1 હજારની લાંચ લેતા તલાટી હિરલ નવીનચંદ્ન ધોળકીયા અને વચેટિયો કાંતિ ગોવિંદ પટેલને ઝડપી પાડ્યા હતા, જ્યાંથી અન્ય 95 હજાર રૂપિયા પણ મળ્યા હતા. જે અંગે તપાસ કરવા માટે ગાંધીનગરથી એફ.એસ.એલની ટીમ બોલાવવામાં આવી હતી.

ટ્રેપ ગોઠવતાં લાંચ લેતા ઝડપાયા મહિલા તલાટી

અડાજણના દાળીયા સ્કૂલની બાજુમાં સિટી તલાટીની ઓફિસમાં એસીબીની ટીમે શુક્રવારે ધનતેરસના દિવસે ટ્રેપ ગોઠવી 1 હજારની લાંચ લેતા તલાટી હિરલ નવીનચંદ્ન ધોળકીયા અને વચેટિયો કાંતિ ગોવિંદ પટેલને ઝડપી પાડ્યા હતા. વિધવાનું અડાજણમાં મકાન છે અને તે મકાન નામે કરવા પેઢીનામું બનાવવાનું હતું. પેઢીનામું બનાવવા માટે વિધવાનો દીકરો ગયો, ત્યારે વચેટિયા કાંતિ પટેલે લાંચ માગી હતી. માંડ પેટીયું રળીને ખાતા હોય અને તેમાં પણ 1500ની લાંચ માગતા રકઝક બાદ 1 હજાર આપવાનું નક્કી કર્યું હતું.

સુરતમાં ધનતેરસના દિવસે ACBની ટ્રેપમાં લાંચિયા તલાટી ઝડપાયા, ગાંધીનગરની FSLની ટીમે મેળવ્યા પુરાવા

આ અંગે ગાંધીનગરની એફએસએલની ટીમે મેળવ્યા પુરાવા

જોકે આ મામલે એસીબીમાં ફરિયાદ કરાતા એસીબીએ છટકું ગોઠવી બંનેને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત 95,920 રૂપિયા પણ મળી આવ્યા હતા. આ રુપિયા ક્યાંથી આવ્યા તે અંગે તપાસ કરવા ગાંધીનગરથી એફ.એસ.એલની ટીમ બોલાવવામાં આવી હતી અને જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં તેનો રિપોર્ટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એસીબીએ સુરતમાં પ્રથમ વખત ક્રાઈમ સીન પ્રોફાઈલીંગ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.