ETV Bharat / state

કેબીનેટ પ્રધાનની અધ્યક્ષતામાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો

author img

By

Published : Jul 21, 2019, 1:19 PM IST

સુરત: જિલ્લાના બારડોલી ખાતે આદિજાતિ મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા સુપોષણ ચિંતન સમારોહ યોજાયો હતો. જેમાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવા અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે માતા યશોદા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સુરતમાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો

દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુપોષણ નિવારણ સંકલ્પ માટે સુરત જિલ્લાએ કદમ મિલાવ્યો છે. જિલ્લામાં સહી પોષણ દેશ રોશનના આહવાનને ચરિતાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા સહી પોષણ-દેશ રોશનના સંકલ્પ સાથે સુપોષણ ચિંતન સમારોહનું સુરત જિલ્લાના બારડોલી ખાતે સરદાર પટેલ ટાઉન હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આંગણવાડીની મહિલાઓને ફરજ દરમિયાન ફોન પણ આપવાની જાહેરાત કરાઈ હતી.

સુરતમાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો

બારડોલી ખાતે યોજાયેલા કાર્યક્રમની સાથે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને સાડી ગણવેશ અને માતા યશોદા એવોર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેર અને જિલ્લા મળી 9 તાલુકાની મોટી સંખ્યામાં ઉપસ્થિત આંગણવાડી મહિલાઓને કીટ આપવામાં આવી હતી. સારી કામગીરી કરનારને પ્રધાન, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લાપંચાયતના હોદ્દેદારોના હસ્તે ચેક વિતરણ પણ કરવામાં આવ્યા હતા. આંગણવાડીની મહિલાઓ માટે ડ્રેસ કોડમાં સરકારે નવી સાડી પણ જાહેર કરી હતી. જેનું વિતરણ કરાયું હતું. સુપોષણના સુત્ર હેઠળ સુરત જિલ્લો પણ કુપોષણ મુક્ત રહે તેવી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ ખાસ સૂચન કરાયું હતું.

Intro: સુરત જિલ્લા ના બારડોલી ખાતે આદિજાતિ મહિલા બળ વિકાસ વિભાગ દ્વારા સુપોષણ ચિંતન સમારોહ યોજાયો હતો. જેમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવા અને જિલ્લા વિકાસ અધિકારી ના હસ્તે માતા યશોદા એવોર્ડ વિતરણ પણ કરાયું હતું.

Body: દેશ માં પ્રધાનમંત્ત્રી નરેન્દ્ર ભાઈ મોદી ના કુપોષણ નિવારણ સંકલ્પ માટે સુરત જિલ્લા એ પણ હવે કદમ.મિલાવી છે. જિલ્લામાં સહી પોષણ દેશ રોશનના આહવાનને ચરિતાર્થ કરવા તાથ સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા સહી પોષણ-દેશ રોશનના સંકલ્પ સાથે સુપોષણ ચિંતન સમારોહ નું સુરત જિલ્લા ના બારડોલી ખાતે સરદાર પટેલ ટાઉન હોલ માં એક કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. જેમાં આદિજાતિ મહિલા અને બાળ વિકાસ વિભાગ ના મંત્રી ગણપત વસાવા દ્વારા બાળકો કુપોષિત ના રહી જાય અને લોકો ને વધુ આ વધુ જાગૃતો દાખવે તેવી અપીલ કરી હતી. તેમજ આંગણવાડી ની મહિલા ઓ ને ફરજ દરમિયાન ફોન પણ આપવાની જાહેરાત કરાઈ હતી.

Conclusion:બારડોલી ખાતે યોજાયેલ કાર્યક્રમની સાથે સાથે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને સાડી ગણવેશ અને માતા યશોદા એવોર્ડ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેર અને જિલ્લા મળી નવે નવ તાલુકા ની મોટી સંખ્યા માં ઉપસ્થિત આંગણવાડી મહિલાઓ. એ કીટ આપવામાં આવી હતી. અને સારી કામગીરી કરનાર ને મંત્રી , જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લાપંચાયત ના હોદ્દેદારો ના હસ્તે ચેક વિતરણ પણ કરવામાં આવ્યા હતા. સાથે આંગણ વાડી ની મહિલાઓ માટે ડ્રેસ કોડ માં સરકાર એ નવી સાડી પણ જાહેર કરી હતી. અને તેનું પણ આજ થી વિતરણ કરાયું હતું. સુપોષણ ના સુત્ર હેઠળ સુરત જિલ્લો પણ કુપોષણ મુક્ત રહે તેવી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ ખાસ સુચન કરાયું હતું.

બાઈટ : ગણપત વસાવા... કેબિનેટ મંત્રી... ગુજ. સરકાર...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.