દક્ષિણ ગુજરાત યુનાઇટેડ નર્સીસ ફોરમ ના રી- પ્રેસનટીવ દિપક અગ્રવાલે જણાવ્યું કે,નર્સિંગ સ્ટાફના પગાર વધારા સહિતની પડતર માંગણીઓને લઇ રાજ્ય સરકારમાં અનેક વખત લેખિત તેમજ મૌખિકમાં જાણ કરવામાં આવી છે. આ અંગે સરકાર દ્વારા રજુવાત સાંભળવામાં આવી નથી.નર્સિંગ સ્ટાફના પગાર વધારો સહિત ડ્રેસ ફાળવણી કરવામાં આવે તેવી માંગણી છે.
જેને લઈ એક દિવસના પ્રતીક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે.ન્યુ સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ એક દિવસના પ્રતીક ઉપવાસમાં જોડાયો છે. પોતાની માંગણી સરકાર સમક્ષ કરી રહ્યા છે.સરકાર સુધી અવાજ પોહચાડવા એક દિવસના પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા છે.દર્દીઓને કોઈ હાલાકી ન પડે તે માટે નર્સિંગનો સ્ટાફ હોસ્પિટલમાં કાર્યરત છે.જ્યારે અંદાજે 18 લોકોનો સ્ટાફ પ્રતીક ઉપવાસ પર છે.
જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી ઓગસ્ટમાં માસમાં ગાંધીનગર ખાતે વિશાળ રેલી કાઢી રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવશે.