સુરત: મુંબઈ અને કેરલના બીચ જેવી જ નહીં. પરંતુ વર્લ્ડ કલાસ બીચની સુવિધા હવે ગુજરાતના સુરત શહેરના લોકોને પણ મળી રહેશે. સુરતના એકમાત્ર ડુમસ સી ફેસના ડેવલપમેન્ટ માટે સુરત મહાનગર પાલિકાએ રુપિયા 206.73 કરોડનો અંદાજ મંજૂર કર્યો છે. ડુમસ ઝોન-1 ની કામગીરીમાં અર્બન ઝોનમાં ઇકો ટૂરિઝમ પાર્ક ડેવલપ કરાશે. પ્રાથમિક તબક્કામાં પેકેજ-1 10.32 હેક્ટર જમીનમાં બનાવાશે. ડુમસ બીચનો વિકાસ હવે નક્કર સ્વરૂપમાં આવી રહ્યો છે.
જાહેર બાંધકામ: ઔદ્યોગિક નગર સુરત આમ તો ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ માટે વિશ્વ જાણીતું છે. અહીં આવનાર લોકો આ ઉદ્યોગની મુલાકાત ચોક્કસથી લેતા હોય છે. પરંતુ હવે સુરત મહાનગરપાલિકા સુરત શહેર અને બહારથી આવતા લોકોને મુંબઈ અને કેરલના બીચ જેવો અનુભવો થાય આ માટે ખાસ ડુમ્મસ બીચ ડેવલપમેન્ટ માટે ફોકસ કરી રહી છે. પ્રોજેક્ટના ઝોન-1 (અર્બન ઝોન)ની જમીન પર ઈકો ટુરિઝમ પાર્ક ડેવલપ કરવા 206.73 કરોડ ઓપરેશન-મેઇન્ટેનન્સ સહિત ના અંદાજને જાહેર બાંધકામ સમિતિએ મંજૂરી આપી છે.
સુવિધાઓ સાથે ડુમ્મસ બીચ: મુંબઈનું જુહુ બીચ અને મરીન ડ્રાઈવ આ હંમેશાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સુરતમાં પણ ડુમસ બીચ છે. પરંતુ અહીં કોઈ આકર્ષણનું કેન્દ્ર નથી. અહીં આવનાર લોકોની સંખ્યા પણ સારી હોય છે. પણ લોકોને કંઈક સુવિધા મળતી નથી. હવે ટૂંક સમયમાં તમામ સુવિધાઓ સાથે ડુમ્મસ બીચ ગુજરાતમાં જાણીતું થઈ જશે. ઝોન-1 અર્બન ઝોનમાં પેકેજ-1 અને પેકેજ-2 મળી કુલ 12.86 હેક્ટર અનામત ખંડ નં.આર-64 પૈકી અને બિનનંબરી જમીન ખાતે પ્રોજેક્ટ ડેવલપ કરવા મંજૂરી મંગાઈ છે. જેમાં પણ પ્રાથમિક તબક્કામાં પેકેજ-1 એટલે કે 10.32 હેક્ટરમાં પ્રોજેક્ટ ડેવલપ કરાશે.
100 કરોડની ગ્રાંટ: સુરત મહાનગર પાલિકા દ્વારા ડુમસ વિકાસ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર પાસેથી 100 કરોડની ગ્રાંટ પણ વહેલી તકે મળે તે માટે પ્રયાસ કરાયા છે. ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને પ્રેઝન્ટેશનમાં જરૂરી સૂચનાઓ આપી છે. પ્રોજેક્ટને ટૂકડામાં ડેવલપ કરવા આયોજન હાથ ધર્યું છે. મ્યુ. કમિશ્નર શાલિની અગ્રવાલે 4 ઝોનમાં પ્રોજેક્ટની વહેંચણી કરી છે. ઝોન-1 અર્બન ઝોન, ઝોન-2 - પબ્લિક સ્પેસ-ઈકો ઝોન, ઝોન-3 ફોરેસ્ટ-ઈકો ટૂરિઝમ અને વેલનેસ ફેસિલિટી ઝોન-4 - ડુમસ પોર્ટ અને જેટીનો પુર્નવિકાસ તથા યાચ ઝોન માટે પગલાં લેવામાં આવશે.
ડેવલપ કરાશે: પ્રોજેક્ટ 4 ઝોનમાં છે તબક્કાવાર આયોજન કરાશે,જે.આ સી-ફેસ પ્રોજેક્ટ 78.99 હેક્ટર સરકારી જમીન તથા ફોરેસ્ટની 23.07 હેક્ટર મળી કુલ 102.06 હેક્ટર ઉપરાંત દરિયા કિનારાની 45.93 હેક્ટર સરકાર હસ્તકની બિનનંબરી જમીન છે. આ જમીન પર સૂચિત ઈકો ટુરિઝમ પાર્ક તબક્કાવાર રીતે ડેવલપ કરાશે.
ઝોન-1 અર્બન ઝોનના પેકેજ-1 માટે આશરે 137.79 કરોડ અને પેકેજ-2 માટે 68.94 કરોડ મળી કુલ 206.73 કરોડના ડિટેઈલ એસ્ટિમેટ જરૂરી સુધારા-વધારા કરવા તેમજ આ કામ માટે જાહેર ટેન્ડર બહાર પાડવા આવ્યા છે. બીચ ડેવલપમેન્ટ બાદ અહીં સેન્ડ આર્ટ અને સ્પોર્ટ આયોજન થશે.--શાલીની અગ્રવાલ (મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર)