સુરતઃ પાકિસ્તાન ભારત સાથે આડોડાઈ કરવાની એક પણ તક જતી નથી કરતું. તેવામાં હવે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભારત વિરોધી પાકિસ્તાનના એક વોટ્સએપ ગૃપમાં સુરતનો યુવક એક્ટિવ હોવાનું NIAને માહિતી મળી હતી. તેના કારણે NIAના અધિકારીઓ સુરત આવીને આ યુવકની પૂછપરછ શરૂ કરી હતી. સાથએ જ અધિકારીઓએ યુવાનનો મોબાઇલ પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ghazwa-E-Hind Case: ગજવા-એ-હિંદ કેસને લઈને NIA પહોંચી ગુજરાત, બોટાદ-સુરત-વલસાદમાં દરોડા
મોડી રાત્રે આવી NIAની ટીમઃ શહેરના મુગલીસરા વિસ્તારમાં મોડી રાત્રે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ટીમ પહોંચી ને એક યુવકની પૂછપરછ શરૂ કરી હતી. પાકિસ્તાનમાંથી ઑપરેટ થતાં વોટ્સએપ ગૃપમાં ભારત વિરોધી એક્ટિવિટીની માહિતી નેશનલ ઈન્વેસ્ટિગેશન ટીમને મળી હતી. તેમ જ આ અંગે NIAએ ફરિયાદ પણ દાખલ કરી હતી. તેની તપાસ દરમિયાન માહિતી મળી હતી કે, આ ગૃપમાં એક્ટિવ મેમ્બર તરીકે સુરતનો એક યુવક પણ જોડાયેલો છે.
ગઝવા-એ-હિન્દ સંગઠનને મદદરૂપ?: NIA દ્વારા મુગલીસરા વિસ્તારમાં રહેતા યુવકની કલાકો સુધી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેની શંકાના આધારે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. NIAને શંકા છે કે, સુરતનો યુવક વોટ્સએપ ગૃપના માધ્યમથી એ જ વિરોધી ગતિવિધિમાં જોડાયેલો છે. એટલું જ નહીં, તે ગઝવા-એ-હિન્દ સંગઠનને મદદરૂપ થઈ રહ્યો છે. તે અંગેની પણ શંકા તપાસ એજન્સીને છે. આ શંકાના કારણે તપાસ થઈ હતી અને દિલ્હીથી એક ટીમ સુરત આવી હતી. યુવાન કઈ રીતે વોટ્સએપ ગૃપમાં જોડાયો તે અંગેની પૂછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Ghajwa-E-Hind Case: NIAની ટીમે વાપીમાં એક વ્યક્તિની કરી અટકાયત, આતંકી સંગઠન સાથે સંપર્કમાં હોવાની શંકા
ગૃપ તપાસની ટીમ કરી રહી છેઃ NIAની નજર આવા પાકિસ્તાનના સોશિયલ મીડિયાના ગૃપમાં છે, જેમાં ભારત વિરોધી ગતિવિધિ અને મેસેજ થતા હોય છે અને તેમાં ભારતના યુવાનો પણ જોડાયેલા છે. હાલ જે ગૃપની તપાસની ટીમ કરી રહી છે. તે ભારતવિરોધી ગતિમાં એક્ટિવ છે. આ ગૃપમાં સક્રિય સભ્ય તરીકે સુરતના એક યુવાન સામેલ રહેતા થયા હતા, જેથી તેની પૂછપરછ કરવા અધિકારીઓની ટીમ સુરત આવી હતી. યુવકની પૂછપરછ બાદ અધિકારીઓએ તેનો મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. NIAની ફરિયાદના આધારે સુરતના યુવકની પૂછપરછ હાથ ધરી હતી. કોઈ વ્યક્તિ આ ગૃપમાં જોડાયો છે કે, તે અંગેની તપાસ પણ NIA કરી રહ્યું છે.