સુરત : ઘોર કળયુગનો આવ્યો છે. સુરતમાં 15 વર્ષની કિશોરી માતા બન્યા બાદ બિલ્ડીંગના પહેલા માળેથી નવજાત બાળકને બિલ્ડીંગ પરથી ફેંકી દીધું હતું. જેથી બાળકનું કરુણ મોત (Crime in Surat) નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપી કિશોરીની ધરપકડ કરી છે અને 20 વર્ષીય આરોપી સામે ફરિયાદ પોલીસે નોંધી છે.
નવજાત બાળક મૃત અવસ્થામાં સુરતના મગદલ્લા વિસ્તારમાં(Magdalla area of Surat) એક બિલ્ડીંગ નીચે નવજાત બાળક મૃત અવસ્થામાં મળતા તેની જાણકારી ઉમરા પોલીસ સ્ટેશનમાં(Umra Police Station Surat) કરવામાં આવી હતી. ઉમરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી. આ તપાસના આધારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં 15 વર્ષીય કિશોરી પોતાની બહેનપણીના ઘરે ગઈ હતી. અને તે વખતે 20 વર્ષીય પ્રવીણ ભાભોરે તેની સાથે દુષ્કર્મ કરતાં તેને ગર્ભ રહી ગયું હતું.
આઠમા માસમાં ડિલિવરી કિશોરીના પિતાનું અવસાન થઈ ગયું છે. માતા મજૂરી કામ કરે છે. જ્યારે કિશોરી પોતે ધોરણ 10 માં ભણે છે. કિશોરી ભયભીત થઈ જતા આ અંગેની જાણકારી કોઈ ને આપી નહોતી. હાલ કિશોરીની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. આઠમા માસમાં ડિલિવરી થઈ હતી. ઘરે ડિલિવરી થતા તેણીએ બિલ્ડીંગ પરથી ફેંકી દીધું હતું.
ફરિયાદ નોંધવામાં આવી પોલીસની 'શી ટીમ 'દ્વારા પણ સમગ્ર ઘટના અંગે તપાસ સુરત ઝોન ચારના ડીસીપી સાગર વાઘમારેએ જણાવ્યું હતું કે નવજાત બાળક મળી આવતા અમે ત્યાં તપાસ શરૂ કરી હતી. હ્યુમન સર્વિલન્સ અને સીસીટીવીના આધારે અમે તપાસ શરૂ કરી હતી. પોલીસની સી- ટિમ દ્વારા પણ સમગ્ર ઘટના અંગે તપાસ કરી હતી. જાણવા મળ્યું હતું કે બિલ્ડીંગમા રહેતી 15 વર્ષીય કિશોરી માતા બની ગઈ હતી.
બાળકને બિલ્ડીંગથી નીચે ડિલિવરી બાદ બાળકને બિલ્ડીંગથી નીચે ફેંકી દીધુ હતું. કિશોરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આરોપી 20 વર્ષીય પ્રવીણ ભામોર સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.