સુરત ચીનમાં ફરી પછી કોરોના કેસ (Covid Cases in China) વધતા સુરત નવી સિવિલ હોસ્પિટલનું (New Civil Hospital Surat) તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે. નવી સિવિલ હોસ્પિટલ તમામ અધિકારીઓ સાથે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગથી (Health Department Gujarat Government) વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક કરવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલને (Surat preparation for Corona Cases) પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે.
સિવિલમાં 300 બેડ તૈયાર કરાયા ચીનમાં ફરી પછી કોરોના કેસ (Covid Cases in China) વધતા કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારો એલર્ટ કરી દીધા છે. તમામ રાજ્યોને તકેદારી રાખવા માટે નિર્દેશ કરવામાં આવ્યા છે. ત્યારે સુરતમાં પણ પાલિકા દ્વારા શહેરના તમામ હેલ્થ સેન્ટરને આદેશ આપી દેવામાં આવ્યા છે કે, જે કોઈ દર્દીને શરદી ખાંસી હોય તો તેમનું રેપિડ ટેસ્ટ જરૂરથી કરવું. આ સાથે જ સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ એલર્ટ (New Civil Hospital Surat) થઈ ચૂક્યું છે. અહીં 300 બેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત 17 ટન ઓક્સિજન પણ ઉપલબ્છેધ છે.
સરકારે આપ્યા આદેશ આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના સુપરિટન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, આજની તારીખમાં ફરીથી કોરોના કેસમાં (Surat preparation for Corona Cases) વધારો જોવા મળી રહ્યો છે. અન્ય કન્ટ્રીઓમાં પણ (Covid Cases in China) કોરોના કેસ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં અમદાવાદ અને વડોદરામાં એક 2 કોરોનાના કેસ આવ્યા છે. આના આધારે સરકાર તરફથી અમને આદેશ આપવામાં આવ્યો છે કે, તમારી હોસ્પિટલમાં તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવી. સાથે જ આરોગ્ય વિભાગે હોસ્પિટલના બેડ તૈયાર રાખવા, ઓક્સિજન ટેન્કની ટેસ્ટિંગ કરવા માટે કહ્યું તે ઉપરાંત RTPCR ટેસ્ટિંગ ફરીથી શરૂ કરી દેવું. હાલ રેપિડ ટેસ્ટમાં જિનોમ સિકવાન્સમાં (Genome sequence test) ક્યા પ્રકારનો વેરિયન્ટ છે.જેથી એ ટેસ્ટ કરાવવું ફરજિયાત છે.
જો નવો વેરિયન્ટ દેખાય તો તેની માટે પણ સંપૂર્ણ તૈયારીઓ છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણી હોસ્પિટલમાં 400થી વધુ વેન્ટિલિટર, 300 બેડ તૈયાર છે. અને 17 ટન ઓક્સિજનનો ટેન્ક તૈયાર છે, જે 10થી 15 દિવસ સુધી ચાલે એમ છે અને જિનોમ સિક્વન્સ ટેસ્ટ (Genome sequence test) એટલે એમાં કોવિડનો કયો વેરિયન્ટ છે. એ આપણી નવી સિવિલ હોસ્પિટલના (New Civil Hospital Surat) માઈક્રોપોલી ડિપાર્ટમેન્ટમાં તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. જો નવો વેરિયન્ટ દેખાય તો તેની માટે પણ સંપૂર્ણ તૈયારીઓ છે.