સુરત: શહેર વિસ્તાર તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેર વિસ્તારમાં ફોર વ્હીલ કારના કાચને ગિલોલ વડે તોડી તેમજ એકટીવાની ડીક્કી તોડી રોકડા રૂપિયા તેમજ બેગ ચોરી કરતી આંતર રાજ્ય આંધ્ર પ્રદેશની નેલ્લોર ગેંગને ડીસીબી (Nellore gang Andhra Pradesh)પોલીસે ઝડપી પાડી છે. સુરત અને અન્ય શહેરો મળી 63 ગુનાના ભેદ ઉકેલાયા છે.
પોલીસે આરોપીઓને ઝડપી લીધા
ડીસીબી પોલીસનો (Surat DCB Police )સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે મોટા વરાછા ક્રિશ્ના ટાઉનશીપ પાસેથી પ્રકાશ નારાયણ મેકાલા, રાજેશ પ્રભુ મેકાલા, દવીદ ઉર્ફે પોલ યાદાગીરી અન્જૈયા બોનલા, રમેશ ઉર્ફે અપ્પુ રવી થાલ્લા, રાજુ માસૈયા નારબોયના અને અપ્પારાવ વસંતરાવ ગુડડેટીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી રોકડા રૂપિયા 3.27 લાખ, ત્રણ બાઈક, બે નંગ ગીલોલ, 12 નંગ છરા, 7મોબાઈલ, આઈઆરબી કંપનીના કાર્ડ અને પંચર પાડવા તેમજ ડીક્કી ખોલવા માટેનું સ્ક્રુ ડ્રાઈવર મળી કુલ 4.43 લાખની મત્તા કબજે કરી હતી.
ગિલોલ કાચ તોડી સીટમાં રહેલી બેગની ચોરી
પોલીસ તપાસમાં આરોપીઓ આઈઆરબીના ડુપ્લીકેટ કાર્ડ બનાવી તેના આધારે ઘર ભાડે લઈ જે શહેરમાં હોય ત્યાંથી ટુ વ્હીલર બાઈકની ખરીદી કરી શહેરમાં બેંકની સામે અલગ અલગ જગ્યાએ ઉભા રહી પૈસા ઉપાડવા આવતા માણસોને ઓળખી તેની રેકી કરતા હતા અને લોકો પાસે મોપેડ હોય તો તે જ્યાં પાર્ક કરે ત્યારે તેની ડીક્કી તોડી તેમાંથી ચોરી કરે અને જો ફોરવ્હીલ કાર હોય તો કાર પાર્ક કરે ત્યારે પોતાની પાસે રહેલ ગિલોલ કાચ તોડી સીટમાં રહેલી બેગની ચોરી કરે છે. તેમજ જો કારમાં માણસ એકલો હોય ત્યારે કારની આગળ 10 રૂપિયાની નોટો નાખી તેના પૈસા પડી ગયા હોય તેવુ કહી તેનું ધ્યાન દોરવી પાછળની સીટમાં બેગ ચોરી કરી લેતા હતા. આ ઉપરાંત જયારે બેંકમાં પૈસા ઉપાડવા આવેલ માણસોની કારના ટાયરમાં સળિયા વડે પંચર કરી તેનો પીછો કરી જયારે કારને પંચર કરાવવા ગેરેજમાં જાય ત્યારે પાછળની સિટમાંથી બેગ ચોરી કરી લેતા હતા. પોલીસની તપાસમાં સુરત અને અન્ય શહેરો તેમજ અન્ય રાજ્યોના મળી કુલ 63 ગુનાના ભેદ ઉકેલી લીધા છે. હાલ આ ગેંગની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સાવધાન...! સુરતમાં ATMમાં લોકોની મદદ કરી લોકો સાથે ફ્રોડ કરતા શખ્સની ધરપકડ
ચોરી કર્યા બાદ પરત ટ્રેન દ્વારા જતા રહે
એસીપી આર.આર સરવૈયાએ જણાવ્યું હતું કે આરોપીઓ મૂળ તેલગાણાના વતનીઓ છે. આરોપીઓ ગિલોલ પોતાની પાસે રાખી પાર્ક ફોરવ્હીલને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. આ સિવાય પેચીયા દ્વારા લોકો પૈસા લઈને જાય તેનો પીછો કરે અને જ્યાં બાઈક પાર્ક કરે ત્યાં ડીક્કી તોડી ચોરી કરતા હતા. આરોપીઓ ટ્રેન દ્વારા આવે અને ચોરી કર્યા બાદ પરત ટ્રેન દ્વારા જતા રહે છે. જે શહેરમાં ચોરી કરવની હોય ત્યાં તેઓ બાઈકની ચોરી કરી ઘટનાને અંજામ આપતા હતા. આવી રીતે આરોપીઓ સુરત શહેરમાં 35 ગુનાને અંજામ આપ્યો છે. વધુમાં આરોપીઓ અનેક વખત અલગ અલગ પોલીસ મથકમાં પકડાયેલા છે. આ ગેંગ આંતર રાજય ગેંગ છે અને આરોપીઓના મૂળ વતન છે ત્યાની પોલીસ સાથે પણ સંર્પક કરવામાં આવશે અને અન્ય રાજ્યોની પોલીસ સાથે સંપર્ક કરી અન્ય ગુનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Incident of theft in Surat: સુરતના તરસાડીમાં વોચમેનને બંધક બનાવી તસ્કરો પેટ્રોલપંપ માંથી ડીઝલ ચોરી ગયા