- મૃતકે ચાર અજાણ્યા શખ્સોએ માર માર્યો હોવાની પોલીસને ફરિયાદ કરી હતી
- મૃતકે ત્રણ વખત સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું
- સગીરાના પિતા અને ખેતરા માલિકના પુત્ર સહિત ચાર સામે નોંધાઈ ફરિયાદ
સુરતઃ બારડોલીમાં ગત તારીખ 26ના રોજ નેશનલ હાઈવે નંબર 8 પર કઠવાડા ગામની સીમમાં આવેલી એક ખેતરમાં મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર કઠવાડા ગામના કલ્પેશ ઉર્ફે લાલો દીપક વસાવાને સગીરાના પિતા સહિત ચાર શખ્સોએ માર માર્યો હતો. કલ્પેશનું લાજપોર જેલમાં તબિયત લથડયા બાદ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ ઘટનામાં પોલીસે સગીરાના પિતા, ખેતર માલિકના પુત્ર અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ જેલમાં તબિયત લથડયા બાદ દુષ્કર્મના આરોપીનું સારવાર દરમિયાન થયું મોત
લાજપોર જેલમાં તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો હતો
સગીરાના પિતા તેમજ અન્ય ૨ વ્યક્તિએ આરોપીને કોસંબા પોલીસને સોપ્યો હતો. પોલીસ કસ્ટડીમાં આરોપીએ સગીરાના પિતા સહીત અન્ય બે વ્યક્તિઓએ દોરડાથી બાંધી તેને માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. દરમિયાન આરોપીને લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યો હતો. તબિયત ખરાબ થતાં તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.
આ પણ વાંચોઃ કપરાડા ગામે યુવકે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ
પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આંતરિક ઇજાથી મૃત્યું થયાનું બહાર આવ્યું
મૃ્ત્યું બાદ સોમવારે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં તેને પેટમાં આંતરિક ઇજા થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે મૃતકની બહેને સગીરાના પિતા, ઉપરાંત ખેતર માલિકના પુત્ર તેમજ બે અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
આરોપીને બાંધી માર મારતો વિડીયો પણ વાઇરલ થયો હતો
દુષ્કર્મની કોશિશની ઘટના બાદ આરોપીને દોરડાથી બાંધેલો હોવાનો વીડિયો પણ સોશિચલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વીડિયો પણ મૃતકની બહેને પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો અને વિડીયોમાં નજરે પડતાં શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.