સુરત : શહેરના વરાછા મીની બજારમાં ટેબલ મુકવા બાબતે ઝઘડો તથા વૃદ્ધ હીરા દલાલને (Murder case in Surat)અન્ય હીરા દલાલે લાકડાનાં ફટકા વડે ત્યાર બાદ લોખંડની ખુરશી વડે માથાનાં ભાગે બે ત્રણ વાર (Murder in Varachha, Surat )માર મારતા તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઉપરાંત તેઓને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વરાછા પોલીસે હત્યાનો ગુનો(Surat Varachha Police) નોંધી તપાસ શરુ કરી છે.
સામાન્ય બોલાચાલીમાં મારામારી
મરણજનાર આપાભાઈ બહાદુર ધાંધલ મીની બજાર ખાતે હીરા દલાલ (Diamond broker killed in Surat)તરીકે કામ કરતા હતા. તેઓની બાજુમાં જ આરોપી અનુપસિંહ ઉર્ફે અનુભા ભરતસિંહ જાડેજા પણ ખુરશી નાંખીને બેસી છુટક દલાલીનું કામ કરતાં હતા. જેથી હીરાની દલાલી બાબતે અનુપસીંહ તથા મરણજનાર આપાભાઈ ધાંધલ વચ્ચે અવારનવાર માથાકુટ અને ઝગડો થતો હતો. દરમિયાન ગતરોજ પણ બોલાચાલી થયેલ હોય જે મનદુઃખ અને ધંધાની હરીફાઈના કારણે અનુપસીંહ જાડેજાએ આપાભાઈ ધાંધલને લાકડાનાં ફટકા વડે ત્યાર બાદ લોખંડની ખુરશી વડે માથાનાં ભાગે બે-ત્રણ વાર મારતા તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઉપરાંત તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને લઈને પોલીસ કાફલો પણ દોડતો થઈ ગયો હતો. આ બનાવ અંગે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
આ પણ વાંચોઃ Murder in Surat: સુરતના ઉધનામાં જૂની અદાવતમાં 4 આરોપીએ એક યુવકની હત્યા કરી
એક હત્યાનો શાહી સુકાઈ નથી ત્યાં બીજી હત્યાની ઘટનાઓ સામે આવી
ઉલ્લેખનીય છે કે સુરતમાં છેલ્લા બે સપ્તાહ દરમ્યાન ઉપરા છાપરી હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. એક હત્યાનો શાહી સુકાઈ નથી ત્યાં બીજી હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઈને સુરતમાં ચકચાર મચી જવા પામી છે. આ ઉપરાંત કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતા ગૃહ રાજ્યપ્રધાનનું હોમ ટાઉન સુરત હોય તેઓના રાજીનામાની માંગ પણ ઉઠી છે. બીજી તરફ વિપક્ષ પણ આ મામલે વિરોધ નોંધાવી રહ્યો છે.
આ પણ વાંચોઃ Murder case in Surat: સુરતમાં ઠપકો આપવા જતા અસામાજિક તત્વોએ પિતા પુત્ર પર જીવલેણ હૂમલો કર્યો