સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના કાયમી પગારદાર (આશરે એક લાખ કરતા વધુ પગાર મેળવતા) અને હાલમાં ક્ષેત્રપાલ (પ્રસૂતિગૃહ) હેલ્થ સેન્ટરમાં જુનીયર મેડિકલ ઓફિસર પદે ફરજ બજાવતા ડૉ. જયેશ એચ. રાણા (MBBS) કર્મચારી નં. 35070 ખાનગી પ્રેક્ટિસ કરતા સુરત મહાનગરપાલિકા વિજિલન્સ વિભાગના હાથે રંગેહાથ ઝડપાયા હતાં.
આરોપી ડૉક્ટર આંબાવાડી,કાલીપુલ પાસે આવેલી ‘પ્રગતિ હેલ્થ ક્લિનિક’માં પ્રેક્ટીસ કરતાં હોવાની માહિતી વિજીલન્સ ટીમને મળી હતી. જેના આધારે ટીમે પ્રગતિ કલીનિકમાં રેઇડ કરી ડૉક્ટરની ધરપકડ કરી હતી. હાલ, તંત્રએ આરોપી સાથે પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરી છે.