શ્યામનતક ડાયમંડ પેઢીના માલિક હિંમત જી.કોશિયા અને ભાગીદાર વિજય ગોપાલભાઈ કોશિયા સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોશિયા બંધુઓએ મુંબઈના હીરાના વેપારી પાસેથી લાખોની કિંમતના 1908.23 કેરેટના હીરા 1,03,791 ડૉલરમાં ખરીદ્યા બાદ હીરા વેપારીઓ રફ્ફૂ-ચક્કર થઈ ગયા છે.
જેના પગલે મુંબઇના અંધેરીના હીરા વેપારી શૈલેષભાઇ ઇન્દુલાલ દોશી દ્વારા કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્ય વેપારીઓ સાથે પણ કોશિયા બંધુઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગત સામે આવી છે.