સુરત જિલ્લામાં હાલ સર્વત્ર જળબમ્બાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જિલ્લાની તમામ નદીઓ ગાંડી તુર બની છે. ત્યારે બારડોલી નજીકથી પસાર થતી મિઢોળા નદી ઉફાન પર છે . અને અનેક જગ્યાએ પાણી ભરાયાના બનાવો જોવા મળી રહ્યા છે. ત્યારે બારડોલી નદી નજીકના ખલી ગામ વિસ્તારમાં 200 થી વધુ શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે. ત્યાં પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિક કોર્પોરેટર કલ્પના બેન દ્વારા પાલિકાને પ્રથમ જાણ કરવામાં આવી હતી.
બારડોલી પાલિકાની ફાયર બ્રિગેડ ટિમ યુદ્ધના ધોરણે ત્યાં પોહચી હતી. અને 150 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી બોટની મદદ વડે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. રેસ્ક્યુ કરવામાં પાલિકાની ફાયર ટીમે ખૂબ જહેમત ઊઠાવી હતી. અને પ્રથમ વખત આ રીતે ગ્રામ્ય લેવલે મોટી સંખ્યામાં રેસ્ક્યુ કરાયું હતું. જોકે વારંવાર પુરની સ્થિતિ અને પાણી ભરાવાથી આ વખતે જ પાલિકાને બોટ ફાળવવામાં આવી હતી. અને આજ બોટની કામગીરીથી મધરાતથી પાણીમાં ફસાયેલ શ્રમજીવી પરિવારોને જીવતદાન મળ્યું હતું.