સુરત: વરસાદને કારણે સુરત શહેરમાં ખાસ કરીને શહેરમાં ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે. ખાનગી હોસ્પિટલના ક્લિનિક મળીને આંકડા વધી શકે છે. જોકે પાંડેસરા અને ડિંડોલી આ બે વિસ્તારોમાં જે રીતે એક બાદ એક બાળકોના મોત સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા રેપીડ રિસ્પોન્સ ટીમ મોકલવામં આવી છે. 6 ટીમના 24 મેમ્બર દ્વારા સર્વે કરી 20 જેટલા સેમ્પલ લીધા છે. 2 બાળકોમાં ડાયેરીયા વોમીટીંગની હીસ્ટ્રી હતી અન્ય 5થી 6 કેસ મળી આવતા તેમને સારવાર માટે દાખલ કરાવ્યા છે.
" નવી સિવિલ હોસ્પિટલમાં ટાઈફોડના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. વાયરલ સાથે તાવ-શરદી ખાંસીના કેસમાં વધારો થયો છે. ત્યારે જૂન મહિનામાં વાયરલના 55 કેસ આવ્યા હતા. ઝાડા ઉલટીના 66 કેસ આવ્યા હતા. મલેરીયાના 107 કેસો નોંધાયા છે. કોલેરાના જૂનમાં એક પણ કેસ હતા નહિ ત્યારે જુલાઈમાં એક કેસ આવ્યો છે. ઝાડા ઉલટીના બે મહિનામાં છેલ્લા 145 કેસ નોંધ્યા છે." - ડો.ગણેશ ગોવેકર, નવી સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડેટ
5 લોકોના મોત: વધુમાં જણાવ્યું કે ઝાડા ઉલ્ટીના કારણે સુરતમાં છેલ્લા 4 દિવસથી 5 બાળકો સહિત એક મહિલાનું મોત થયું છે. જેમાં અમારી પાસે ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં બે બાળકો આવ્યા હતા અને તેઓને મરણ હાલતમાં જ લાવામાં આવ્યા હતા. આ બંને બાળકોને બે ત્રણ દિવસથી ઝાડા ઉલટીઓ થતી હતી. આ પહેલા 16 અને 17 જુલાઈના રોજ પણ બે બાળકોને લાવવામાં આવ્યા હતા. તેઓને તેમના માતા પિતા મરણ હાલતમાં લાવ્યા હતા. એક મહિલાનું પણ ઝાડા ઉલટીના કારણે મોત થયું છે.
શું ધ્યાન રાખશો: લોકોએ બહારની વસ્તુઓ ખાવી જોઈએ નહીં. તેમાં ખાસ કરીને પાણી જેવી વસ્તુઓ લેવી જોઈએ નહીં. કારણ કે તેને કારણે ઇન્ફેક્શન થઈ શકે છે. અને ટાઈફોડ કોલેરા જેવી બીમારીઓ થાય છે અને વ્યક્તિનું મોત થઇ જતું હોય છે. જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિને આ પ્રકારના પ્રોબ્લેમ આવે તો તેઓને તાત્કાલિક ઓઆરએસનું પાણી પીવડાવવું જોઈએ. ઘરમાં ઓઆરએસ નથી તો તમે એક લીટર પાણીમાં પાંચથી છ ગ્રામ ખાંડ અને એક ચમચી મીઠું નાખીને તેઓને આપવાનું શરૂ કરે જેથી જે શરીરનું પાણી જતું રહ્યું છે. તે પાણી શરીરમાં ફરીથી બની શકે છે. ત્યારબાદ તે વ્યક્તિને નજીકના હેલ્થ સેન્ટરમાં સારવાર અપાવવી.