ETV Bharat / state

Monsoon Gujarat 2022: ધોધમાર વરસાદથી બારડોલીના રસ્તાઓ પાણી પાણી, વાહન ચાલકોને ભારે હાલાકી - Rain in Surat

ગુજરાતમાં વરસાદી માહોલ (Monsoon Gujarat 2022)જામ્યો છે. સુરતના બારડોલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના(Heavy rain in Bardoli )પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. બારડોલી તાલુકામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ થયો હતો. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

Monsoon Gujarat 2022: ધોધમાર વરસાદથી બારડોલીના રસ્તાઓ પાણી પાણી, વાહન ચાલકોને ભારે હાલાકી

author img

By

Published : Jul 8, 2022, 5:50 PM IST

સુરતઃ જિલ્લા સહિત બારડોલી તાલુકામાં શુક્રવારે (Rain In Gujarat )બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ભારે વરસાદને પગલે શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ (Monsoon Gujarat 2022)ગયા હતા. અનેક રસ્તાઓ પર કેડસમા (Heavy rain in Bardoli )પાણી ભરાય જતાં રસ્તા પર વાહન વ્યવહારને અસર થઈ હતી. બપોરે બે કલાકમાં બારડોલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ થયો હતો.

બારડોલીના રસ્તાઓ પાણી પાણી

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી - હવામાન વિભાગ દ્વારા 8થી 10 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે સાચી પડી રહી હોય તેવું આજના વરસાદ પરથી લાગી રહ્યું છે. બારડોલીમાં બપોર બાદથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાય જવાથી જનજીવનને અસર થઈ હતી. સમરીયા મોરા વિસ્તારમાં આશાપૂરા માતા મંદિર અને ખાઉધર ગલી તરફ પાણી ભરાય જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. ધામડોદ ગામની સીમમાંથી પસાર થતો બારડોલી કડોદ રાજ્ય ધોરીમાર્ગ પર પણ ઠેર ઠેર પાણી ભરાય જતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ અચાનક પણી વધી જતા સ્કૂલબસ પૂરમાં ફસાઈ ગઈ, 25 વિદ્યાર્થીઓ હતા સવાર

સુગર ફેકટરી ગરનાળામાં કાર ફસાઈ - આ ઉપરાંત બારડોલીથી બાબેન જતાં રોડ પર સુગર ફેક્ટરી નજીક રેલ્વે ગરનાળામાં ગળાડૂબ પાણી ભરાય જતાં એક કાર ફસાય ગઈ હતી. પાણીમાંથી પસાર થતાં જ કાર બંધ થઈ ગઈ હતી. સ્થાનિકોની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. નસીબ જોગ કોઈ જાનહાનિ થઈ ન હતી. ભારે વરસાદને કારણે હાઇવે પર વાહન હંકારવું પણ મુશ્કેલ બન્યું હતું.

આ પણ વાંચોઃ Gujarat Rain Update : રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, હજી પણ વરસાદની આગાહી...

સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ - જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. પલસાણા અને મહુવા તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ થયો હતો. મહુવા તાલુકામાં પણ અનેક ઠેકાણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.