અમદાવાદ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર મોદી અટકની બદનાક્ષી બદલ ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ સુરતની નીચલી અદાલતમાં પિટિશન દાખલ કરી હતી. જેના પર સુરત રાહુલ ગાંધીને દોષિત ઠેરવતા બે વર્ષની સજા ફરમાવી હતી. સુરતની નીચલી કોર્ટે આપેલા ચુકાદાની સામે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં આ ચુકાદા વિરુદ્ધ અપીલ કરી હતી. પરંતુ સેશન્સ કોર્ટે પણ નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો અને રાહુલ ગાંધીની અરજીને ફગાવી દીધી હતી. હવે રાહુલ ગાંધી દ્વારા સુરતના સેશન્સ કોર્ટમાં ચુકાદાને આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવશે.
એડવોક્ટનું નિવેદન : બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે, 'રાહુલ ગાંધીના માનહનીના કેસમાં સુરતની નીચલી કોર્ટે ચુકાદો આપ્યો છે. આ ચુકાદાની કોંગ્રેસની સેન્ટ્રલ ટ્રીમ લીગલ દ્વારા હવે ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવશે. કોંગ્રેસની સેન્ટ્રલ લીગલ ટીમ દ્વારા સુરત શેશન કોર્ટમાં ચુકાદા સંદર્ભે આગામી શનિવાર અથવા તો રવિવાર સુધીમાં અપીલ મેમો તૈયાર થઈ જવાની શક્યતા છે. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટમાં સોમવાર અથવા તો મંગળવાર સુધીમાં રિવિઝન અરજી દાખલ થઈ શકે છે.
શું હતો મામલો : 2019 ના લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકના પોલાર ખાતે જનસભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોદી સમાજ અને ચોર જેવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. તે સમયે દેશમાં જે કૌભાંડો બહાર આવ્યા હતા. તેમાં મોટે ભાગે નીરવ મોદી અને લલિત મોદીના નામ સામે આવ્યા હતા. આ વાતને લઈને રાહુલ ગાંધીએ જાહેરમંચ પરથી કહ્યું હતું કે, આ તમામ ચોરની નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદીઓ ચોર હોય છે આવા પ્રકારનું નિવેદન આપવાની સાથે જ મોદી અટક ધરાવતા સમાજમાં રોષ જોવા મળ્યો હતો.
આ નેતાએ નોંધાવ્યો હતો કેસ : સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને પૂર્વ પ્રધાન દ્વારા સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધમાં માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસની ટ્રાયલ દરમિયાન પૂર્ણેશ મોદીની રજૂઆત હતી કે, રાહુલ ગાંધીએ આપેલા નિવેદનની સીડી તેને બતાવીને તેનો પુરાવો નોંધવામાં આવે, પરંતુ પૂર્ણેશ મોદીની આ માંગણી સુરતની કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી.