ETV Bharat / state

Modi surname defamation case: સાંસદ પદ મેળવવા માટે રાહુલ ગાંધી તરફથી કરાયેલી આ પાંચ દલીલોને પણ સુરત સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી નથી - rahul gandhi These five arguments

મોદી અટકને લઈ વિવાદિત નિવેદન આપ્યા બાદ સુરત લોઅર કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે. ત્યારબાદ રાહુલ ગાંધીએ સ્ટે ફોર કનેક્શન અરજી કરી હતી. જેને સેશન કોર્ટે ફગાવી દીધી છે. રાહુલ ગાંધી માટે જે મહત્વની દલીલો કરવામાં આવી હતી તે દલીલો ન્યાયાધીશ સામે ટકી શકી નહીં અને રાહુલ ગાંધીની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. જેના કારણે રાહુલ ગાંધી સાંસદ પદ મેળવી શક્યા નથી.

modi-surname-defamation-case-rahul-gandhi-these-five-arguments-were-also-not-accepted-by-the-surat-sessions-court

author img

By

Published : Apr 21, 2023, 5:54 PM IST

Updated : Apr 21, 2023, 6:23 PM IST

સુરત : રાહુલ ગાંધી તરફથી સુરત સેશન કોર્ટમાં સ્ટે ઓફ કન્વેક્સન માટે જે દલીલો કરવામાં આવી હતી, તેને જજ રોબિન પોલ મોગેરાએ ગ્રાહ્ય રાખી ન હતી. રાહુલ ગાંધીની અરજીને ફગાવતા કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સાંસદ પદ જવું એ કન્વીક્શન ને રદ્દ કરવા માટે યોગ્ય આધાર નથી. આ કોઈ એવું નુકસાન નથી કે જેની ભરપાઈ થઈ શકે એમ નથી. રાહુલ ગાંધી માટે દલીલ કરવા માટે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ આર.એસ.ચીમા પોતે સુરતના સેશન કોર્ટમાં હાજર રહ્યા હતા અને અનેક દલીલોમાંથી પાંચ એવી મહત્વની દલીલો હતી જેના કારણે તેમને કન્વીક્શન પર સ્ટે મળી શકે પરંતુ આ પાંચેય દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખ્યો ન હતો.

  • રાહુલ ગાંધીના વકીલ તરફથી કરવામાં આવેલી આ પાંચ દલીલો પર ખાસ નજર કરીએ તો...

દલીલ 1 - આ કેસમાં મહત્તમ સજા કરવામાં આવી છે. ટ્રાયલ કોર્ટમાં મારી સાથે અન્યાય થયો છે.

જજ મોગેરાએ આ અંગે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અને તમામ સાક્ષીઓને પોતાનો પક્ષ રાખવા માટે તક આપવામાં આવી હતી. જેથી એ નહીં કહી શકાય કે તેઓને નિષ્પક્ષ સુનવણીથી વંચિત રાખવામાં આવ્યા છે. જ્યારે વાત મહત્તમ સજાની કરવામાં આવે તો તેનો અધિકાર જજને હોય છે. તેઓ કાયદા પ્રમાણે સજા ફરમાવતા હોય છે. રાહુલ ગાંધી કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેઓ જવાબદાર સાંસદ છે અને તેઓ જે પણ કહે છે તેની અસર પ્રજાની ઉપર જોવા મળે છે. જેથી તેમની પાસે નૈતિકતાની આશા રાખવી જોઈએ.

દલીલ 2- બદનાક્ષીનો કેસ થાય એવું નથી કારણ કે નિવેદનમાં આ પૂર્ણેશ મોદીનું નામ લીધું જ નથી.

જજ મોગેરાએ આ અંગે જણાવ્યું હતું કે, મોદી સરનેમવાળા લોકોની સરખામણી ચોરો સાથે કરવાથી ચોક્કસથી ફરિયાદ કરનાર વ્યક્તિને માનસિક પ્રતાડના થઈ હશે અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવું છે. કારણ કે તેઓ સમાજમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. જેના કારણે તેઓ લોકોને મળતા રહે છે. જ્યારે રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું ત્યારે તેઓ માત્ર સાંસદ જ નહીં તેઓ દેશની બીજી સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ પણ હતા. જેથી તેઓને પોતાનું પદ જોઈને શબ્દોની મર્યાદા ને લઈ સાવધાન રહેવું જોઈએ. કારણ કે તેમના શબ્દોની અસર લોકોના મગજ પર થાય છે.

દલીલ 3- સાંસદ પદ જવાથી તેઓ પોતાના ચૂંટણી મત વિસ્તારમાં લોકો માટે પોતાના કર્તવ્યનું પાલન કરી શકતા નથી.

જજ મોગેરાએ આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટના નારણભાઈ ભીખાભાઈ કાછડીયા વર્સિસ ગુજરાત સ્ટેટ કેસનો દાખલો આપતા જણાવ્યું હતું કે, કોઈપણ અપરાધિક કેસમાં આરોપી દોશી જાહેર થાય તો તેના કારણે નોકરી પર જવું અથવા તો અયોગ્ય થવું તેનાથી દોષી જાહેર કરવા પર રોક લગાવવામાં આવે તે આધાર નથી. સાથે તેઓએ જણાવ્યું હતું કે, હું નથી માનતો કે સાંસદ ન રહેવાથી અથવા તો અયોગ્ય હોવાથી રાહુલ ગાંધીને એવું કોઈ નુકસાન થયું છે જેની ભરપાઈ ન થઈ શકે.

દલીલ 4- અવમાનનાના કેસમાં જો દોષી જાહેર કરવામાં આવે તો તેની વિરુદ્ધ કરવામાં આવેલી અપીલ પર સ્ટે લગાવી દેવામાં આવે.

આ અંગે જજ મોગેરાએ જણાવ્યું હતું કે, જો સીઆરપીસી ની કલમ 389(1) હેઠળ દોષિતને સસ્પેન્ડ કરવા અથવા તો તેની ઉપર રોક લગાવવાની જે પણ શક્તિઓ છે તેને ખૂબ જ સાવધાની પૂર્વક અને વિચારીને વાપરવાની જરૂર છે. આ અનેક કોર્ટના તમામ જુના આદેશોમાં કહેવામાં આવ્યું છે. જો આ શક્તિનો ઉપયોગ એક મશીન તરીકે કરવામાં આવે તો પ્રજાના મનમાં ન્યાય વ્યવસ્થાને લઈ એક ખોટી ધારણા ઊભી થઈ શકે છે. એટલું જ નહીં આવા આદેશના કારણે પ્રજામાં ન્યાયપાલિકાને લઈ જે વિશ્વાસ છે તે હલી જશે. મારું માનવું છે કે રાહુલ ગાંધી પોતાને દોષિત થવા પર રોક લગાવી શકાય તેવો કોઈ પણ મજબૂત કેસ બનાવી શક્યા નથી..

દલીલ-5 : માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બદનક્ષીની ફરિયાદ કરાવી શકતા હતા કારણ કે મોદી સરનેમ આ કોઈ સમાજ નથી. જેથી પૂર્ણેશ મોદીની અરજી યોગ્ય નથી.

જજ મોગેરાએ આ અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન વિરુદ્ધ આપત્તિજનક ટીપ્પણી રાહુલ ગાંધીએ પ્રજા વચ્ચે કરી હતી. એટલું જ નહીં મોદી સરનેમ વાળા લોકોની સરખામણી ચોરો સાથે કરવામાં આવી હતી. જેથી મોદી સરનેમના ફરિયાદીની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડયું છે. એટલું જ નહીં ફરિયાદી પૂર્વ ગુજરાતના પ્રધાન રહી ચૂક્યા છે. જેથી હું સહમત નથી કે ફરિયાદી આ કારણોસર અરજી કરી શકે નહીં.

Last Updated : Apr 21, 2023, 6:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.