ETV Bharat / state

સુરત: સતત ચોથીવાર લીંબાયતની મીઠીખાડી ઓવરફ્લો, લોકોને ભારે મુશ્કેલી

દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં 5 દિવસથી પડી રહેલા અવિરત વરસાદના પગલે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે. ત્યારે લીંબાયતની મીઠીખાડી ઓવરફ્લો થતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જેથી પાલિકા દ્વારા ડી- વોટરિંગ પમ્પ અને ગલફર મશીનથી પાણીના નિકાલ અંગેની કામગીરી કારવામાં આવી રહી છે.

સતત ચોથીવાર લીંબાયતની મીઠીખાડી ઓવરફ્લો
સતત ચોથીવાર લીંબાયતની મીઠીખાડી ઓવરફ્લો
author img

By

Published : Aug 31, 2020, 3:16 PM IST

સુરતઃ શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં 5 દિવસથી પડી રહેલા અવિરત વરસાદના પગલે લિંબાયત વિસ્તારના લોકોએ ફરી એક વખત ખાડીપૂરનો સામનો કરવાનો વારો આવ્યો છે. લીંબાયતની મીઠીખાડી ઓવરફ્લો થતાં રહેણાંક વિસ્તારમાં ખાડીપૂરના પાણી ફરી વળ્યાં છે. 2 ફૂટ જેટલા પાણી અહીંના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા હતા. જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકા દ્વારા ડી- વોટરિંગ પંમ્પ અને ગલફર મશીનથી પાણીના નિકાલ અંગેની કામગીરી કારવામાં આવી રહી છે.

સતત ચોથીવાર લીંબાયતની મીઠીખાડી ઓવરફ્લો
લીંબાયત વિસ્તારના ગરીબ શ્રમજીવી પરિવારોને ફરી એક વખત ખાડીપુરની સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. છેલ્લા 5 દિવસથી સુરત સહિત જિલ્લામાં ભારે વરસાદના કારણે શહેરની ખાડીઓના લેવલ વધ્યા છે. જેના કારણે લીંબાયતની મીઠીખાડી છેલ્લા બે દિવસથી ફરી ઓવરફ્લો થઈ રહી છે.

જેના પગલે અહીં આવેલા મીઠીખાડી, કમરુ નગર, રતનજી નગર સહિતના વિસ્તારોમાં આશરે બે ફૂટ સુધીના પાણી ભરાયા છે. જેના કારણે લોકોએ પણ ફરી એક વખત હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મીઠીખાડીનું લેવલ સોમવારના રોજ વધ્યું છે. ખાડીનું લેવલ 8.10 મીટર સુધી હતું. તે વધીને 8.20 મીટર સુધી પહોચ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અહીં ઉદ્ભવેલી સ્થિતિના પગલે ખાડીપૂરના પાણીના નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં અલગ અલગ ડેપ્યુટી ઇજનેરોની ટીમ કામગીરીમાં જોડાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.