સુરત: શહેરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી તેણીના ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી પતિ અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ હતી. જેથી આ મામલે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી (A job as a manager in a diamond factory )તપાસ શરુ કરી છે.
હીરાના કારખાનામાં નોકરી અપાવવાની લાલચ આપી
ભાવનગરની વતની અને સુરતમાં પતિ અને ત્રણ સંતાનો સાથે રહેતી પરિણીતા અગાઉ HIV જાગૃતિનું કામ કરતી હતી. એક વર્ષ અગાઉ તે કાપોદ્રા મરઘાં કેન્દ્ર પાસેની સત્યનારાયણ સોસાયટીમાં HIV જાગૃતિ માટે ગઈ હતી. તે સમયે ત્યાં આવેલા અને મોટા વરાછા સુદામા ચોકમાં આવેલા સાઈ શ્રદ્ધા રેસીડેન્સીમાં રહેતા નિલેશ ઘનશ્યામ લાઠીયા સાથે પરિચય થયો હતો. દરમ્યાન નીલેશે પરિણીતા સાથે વાતચીત કરી તેનો વિશ્વાસ કેળવ્યો હતો, અને બાદમાં હીરાના કારખાનામાં સારા પગાર પર નોકરી અપાવવાની લાલચ આપી તેનો સંપર્કમાં રહેતો( Misconduct to lure a woman to a job )હતો. થોડા દિવસો બાદ નિલેશે પરિણીતાને ફોન કર્યો હતો અને હીરાના કારખાનામાં મેનેજરની નોકરી તેમ કહી મહિલાને મળવા બોલાવી હતી.
પરણિતાને લાલચ આપી મળવા બોલાવતો
જો કે મહિલાને નોકરીની જરૂર હોવાથી નિલેશે બોલાવેલી જગ્યા પર મળવા ગયી હતી. જ્યા નિલેશે નોકરી માટે શેઠ સાથે વાત કરવાની છે તેમ કહી યોગીચોકની એક હોટેલમાં લઈ ગયો હતો અને ત્યાં બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ નીલેશ પરિણીતાને ફોન કરી ફોટા વાયરલ કરવાની અને પતિ અને બાળકોને મારી નાખવાની ધમકીઓ આપતો હતો.
ત્રાસથી કંટાળી પરિણીતાએ ફરિયાદ નોંધાવી
આ દરમ્યાન નિલેશ પરિણીતાને બસ સ્ટેશન બોલાવી ત્યાંથી ભરૂચ નજીકના એક ગામમાં પોતાની બહેનના ઘરે ચાર વખત લઈ ગયો હતો અને બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો.આખરે નિલેશના ત્રાસથી કંટાળી પરિણીતાએ નિલેશ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સરથાણા પોલીસે તેની સામે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Juna Vadaj Community Hall: કોમ્યુનિટી હોલની જમીન ઉપર દબાણ કર્તાઓની રિહેબિલિટેશનની અરજી હાઇકોર્ટે ફગાવી
આ પણ વાંચોઃ ચેરમેન એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે: પેપર લીક મામલે સી.આર પાટીલની પ્રતિક્રિયા