ETV Bharat / state

Misdemeanor incident in Surat: 10 વર્ષની બાળકી પર પિતાએ દુષ્કર્મ આચર્યું, અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો કર્યો - Surat Sarthana Police

સુરતના સરથાણામાં 10 વર્ષની બાળકી પર પિતાએ દુષ્કર્મ આચર્યું (Misdemeanor incident in Surat) હોવાનો હચમચાવનારો કિસ્સો બહાર આવ્યો છે. આ નરાધમે ભૂતકાળમાં પણ બાળકી સાથે આવા કુકર્મ કરતો હોવાનું પોલીસ(Surat Sarthana Police) તપાસમાં બહાર આવ્યું છે.

Misdemeanor incident in Surat: 10વર્ષની બાળકી પર પિતાએ દુષ્કર્મ આચર્યું, અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો કર્યો

author img

By

Published : Mar 4, 2022, 8:04 PM IST

સુરતઃ મૂળ નેપાળના વતની અને હાલ 4 મહિના અગાઉ જ સુરતના સરથાણા વિસ્તારમાં (Sarthana area of Surat )રહેવા આવેલા પરિવારની 10 વર્ષીય દીકરી ઘરમાં એકલી હતી તે દરમિયાન અજાણ્યો ઇસમ ઘરમાં ઘુસી તેણીની સાથે દુષ્કર્મ આચરી ફરાર થઈ(Misdemeanor incident in Surat) ગયો હતો. બાળકીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બનાવની ગંભીરતા જોઈ પોલીસના (Surat Sarthana Police) ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે આવી તપાસમાં જોડાયા હતાં. આ ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી કાઢ્યો હતો. આ ઘટનામાં આરોપી અન્ય કોઈ નહીં પરંતુ તેનો જ પિતા નીકળ્યો હતો.

બાળકી પર પિતાએ દુષ્કર્મ આચર્યું

બે ભાઈબહેનને બાથરૂમમાં પૂરી દેવામાં આવ્યાં

જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ મલે જણાવ્યું હતું કે પોલીસને સાંજે 7 વાગ્યાની આસપાસ સ્મીમેર હોસ્પિટલમાંથી પોલીસને માહિતી મળી હતી કે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરાયું હતું. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાળકીની માતાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બાળકીની માતા અને પિતા નોકરી પર ગયા હતાં. બપોરે તેઓની દેરાણીએ જાણ કરી હતી જેથી બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતાં. આ ઉપરાંત પરિવારજનોની પૂછપરછ કરતા લાંબો વ્યક્તિ અને કાનમાં કડી પહેરેલી વ્યક્તિએ ઘરમાં આવી બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં બાળકી સાથે ત્યાં અન્ય બે ભાઈબહેનને બાથરૂમમાં પૂરી દેવામાં આવ્યા હતાં.

આ પણ વાંચોઃ Incident of misdemeanor Khambhaliya: ખંભાળિયામાં બે સગી બહેનોને નરાધમો પીખી નાખી

તેના પિતાની અવરજવરની માહિતી મળી

આ ઘટનામાં આરોપી વિશેે કોઈ માહિતી ન હતી. પોલીસે આ બનાવમાં ઊંડાણપૂર્વક તપાસ શરુ કરી હતી. પોલીસે સ્થાનિક વિસ્તારમાં તપાસ પણ શરુ કરી હતી. તેમજ તે વિસ્તારના તમામ CCTV ફૂટેજ તેમજ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ પોલીસ તપાસમાં આવા કોઈ વ્યક્તિ વિષે કોઈ સમર્થન કે માહિતી મળતી ન હતી. માત્ર પિતા અને મામાની અવરજવરની માહિતી મળી હતી. CCTVમાં બે વખત તેના મામા અને પિતા અને ત્રીજી વખત માત્ર તેના પિતાની અવરજવરની માહિતી મળી હતી. આ ઉપરાંત બનાવના સમયે પિતાની હાજરી ઘરમાં હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે મામા અને પિતાની કડક પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં પિતાની કડક પૂછપરછમાં પિતાએ જ પોતાની દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. સવાર સુધી પોલીસે તેના પિતાની કડક પૂછપરછ કરી હતી. પિતાએ પોલીસ સમક્ષ પોતાનાથી ભૂલ થઈ ગઇ હોવાનું જણાવ્યું હતું.

નરાધમ પિતાએ ભૂતકાળમાં પણ દીકરી પર આવા કુકર્મ કર્યા

એટલું જ નહી દીકરી પર દુષ્કર્મ આચર્યા બાદ તું આ વાતને કોઈને કહેતી નહી. નાની બહેનને દાદીને જઈને બહેનને વાગ્યું છે તેવી વાત કરવા જણાવ્યું હતું. નરાધમ પિતાએ ભૂતકાળમાં પણ દીકરી પર આવા કુકર્મ કર્યા છે. પરંતુ દીકરીની વાત કોઈએ સાંભળી ન હતી. વધુમાં આ તપાસ જલ્દી પૂર્ણ કરવામાં આવશે અને ચાર્જશીટ ફાઈલ કરી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ Minor Girl Rape case in Jolva : સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ રૂમમાં ગોંધી દીધી, સારવાર મળ્યાં પહેલાં મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.