ETV Bharat / state

આરોગ્ય પ્રધાન કાનાણીના આક્ષેપો સામે AAPનો વળતો પ્રહાર, જાણો શું બોલ્યા ઈશુદાન?

author img

By

Published : Jul 19, 2021, 12:57 PM IST

Updated : Jul 19, 2021, 10:58 PM IST

સુરત જિલ્લાના વરાછા રોડના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી સોશિયલ મીડિયા પર્સન દેશના નામે હવે આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીને આઇસોલેશન ખોલવા મામલે કુમાર કાનાણીએ આડે હાથ લીધી હતી. તેમણે આઇસોલેશન સેન્ટરના નામે પણ ડુંગરાના થયાનો પણ આક્ષેપ કર્યો હતો.

આરોગ્ય રાજ્યપ્રધાન કુમાર કાનાણી
આરોગ્ય રાજ્યપ્રધાન કુમાર કાનાણી
  • કુમાર કાનાણી દ્વારા સોશિયલ મીડિયાના મારફતે AAP પર પ્રહાર
  • AAP દ્વારા શરૂ કરાયેલા આઈસોલેશન સેન્ટરના વીજળી બિલ પણ ભર્યા નથી
  • દવાઓ ઇન્જેક્શન અને તમામ સુવિધા સરકાર આપતી હતી

સુરત : રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન કુમાર કાનાણીને ફરી સોશિયલ મીડિયા મારફતે શહેરીજનોને સંદેશ આપતા આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાંં બીજી લહેરમાં સુરત શહેરમાં શરૂ થયેલા આ સેન્ટરમાં આમ આદમી પાર્ટીએ કોઈ મહત્વની ભૂમિકા જ ન હતી.

હોલનું વીજળી બિલ પણ આપના નેતાઓએ ભર્યું નહિ

આઇસોલેશન સેન્ટર કોઈ નગરસેવકના ઘરે શરૂ કરાયા ન હતા. આજે સેન્ટર શરૂ થયા તે મહાનગરપાલિકાના હાથ નીચે જ ચાલતા હતા. દવાઓ, ઇન્જેક્શન તેમજ જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓ પણ મહાનગરપાલિકાએ જ આપી હતી. એટલું જ નહિ હોલનું જે વીજળી બિલ આવે છે તે પણ આપના નેતાઓએ ભર્યું નથી.

આરોગ્ય રાજ્યપ્રધાન કુમાર કાનાણી

આ પણ વાંચો : રાજ્યના આરોગ્ય પ્રધાને આપ્યું વિવાદિત નિવેદન, ગુજરાતની રાજનીતિમાં થઈ શકે છે ખળભળાટ

ફન્ડની બટાઈ કરવા વચ્ચેથયેલા ઝઘડાઓ લોકોની સામે આવ્યા

કુમાર કાનાણીએ વધુ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નગરસેવકો અને નેતાઓએ કોરોના કાળમાં આઇસોલેશન સેન્ટર શરૂ કરવાના નામે ફંડની ઉઘરાણી કરી હતી. એ ફન્ડ ઉડાવી દીધું અને તેનો ભાગ બટાઈ કરવા તેઓ વચ્ચે થયેલા ઝઘડાઓ પણ લોકોની સામે આવ્યા હતા. જે શરમજનક બાબત છે.

રૂપિયા ઉઘરાવી આઇસોલેશન સેન્ટરમાં પોતાની હાજરી નોંધાવતા

એક લાખ રૂપિયાના વહીવટમાં આપના નગર સેવકો દ્વારા આઈસોલેશન સેન્ટરમાં એક બીજા પર થયેલા આક્ષેપો અને બોલાચાલીને તો આખા શહેરે જોઈ છે. આ બધા લોકોને સેવા કરવાના રૂપિયા ઉઘરાવી આઇસોલેશન સેન્ટરમાં પોતાની હાજરી નોંધાવતા હતા.

આ પણ વાંચો : વેક્સિનના કારણે આપણે કોરોના સામે અમે જંગ લડીશુંઃ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી

દિલ્હીમાં હજારો મૃત્યુ થયા તેની પાછળ સરકાર જવાબદાર ?

આમ આદમી પાર્ટીના નેતાઓ જ સંવેદના યાત્રાઓ કાઢી લોકોને કહી રહ્યા છે કે, કોરોના કાળમાં જે લોકોને મુશ્કેલીઓ થઇ છે, મોત થયા છે, તેની પાછળ સરકારની બેદરકારી જવાબદાર છે. તો હું કહેવા માંગીશ કે, દિલ્હીમાં પણ હજારો લોકો મૃત્યુ પામ્યા તેની પાછળ શું સરકાર જવાબદાર છે ?

વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી

અમે સ્વીકારીએ છીએ પણ એ સુરતની પ્રજાના પૈસે જ બનાવ્યા છે

રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી દ્વારા આમ આદમી પાર્ટી પર કરવામાં આવેલા ગંભીર આક્ષેપોને મનપાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આરોપ વિહોણા હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, આઇસોલેશન સેન્ટર ઉભા કરાયા હતા તે ભારતીય જનતા પાર્ટીના નહોતા મહાનગરપાલિકાના હતા એ વાત સાચી છે અને અમે સ્વીકારીએ છીએ પણ એ સુરતની પ્રજાના પૈસે જ બનાવ્યા છે. સાથે તેઓએ જણાવ્યું હતું કે, અમે નાના નાના ફંડ લીધા છે વાત સાચી છે, પરંતુ જ્યારે જરૂર નહોતી ત્યારે સેન્ટરની બહાર બોર્ડ લગાવીને પણ જાહેરાત કરી હતી કે અમને કોઈ આર્થિક મદદ કરવી નહીં અને તેનો તમામ હિસાબ લોકો સમક્ષ ઓનલાઇન આપવામાં આવ્યો છે.

કુમાર કાનાણી હતાશ થઈ ગયા છે

વિરોધ પક્ષના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્ય પ્રધાન હતાશ થઈ ગયા છે. તેઓ લાઈવ કરીને કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો કરી રહ્યા છે. જેથી જાણવા મળે છે કે, તેઓ આમ આદમી પાર્ટીને વિરોધ પક્ષ તરીકે હવે સ્વીકાર કર્યા છે. વર્ષ 2022ની ચૂંટણીમાં આ જ વિપક્ષ સત્તામાં આવશે. છેલ્લા ઘણા સમયથી રાજ્યકક્ષાના પ્રધાન હોવા છતાં તેમની નોંધ લેવાતી નહોતી તેથી તેમને પોતાની નોંધ લેવડાવવા માટે આ બધું કરી રહ્યા છે.

આરોગ્ય પ્રધાન કાનાણીના આક્ષેપો પર ઈશુદાને આપ્યા જવાબ

ઈશુદાને આ ત્રણ મુદ્દાઓ સાથે આપ્યો કુમાર કાનાણીને જવાબ

  1. કુમાર કાનાણી આરોગ્ય પ્રધાન પોતે પોતાના ગામમાં કોઈ સુવિધા આપી શક્યા નથી, ત્યાં પણ લોકો પીડિત હતા. કુમાર કાનાણી જે પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે તેમ આમ આદમી પાર્ટીએ કોઈપણ પ્રકારનું ડોનેશન લીધું જ નથી. આમ આદમી પાર્ટીએ માત્ર સેવાના કાર્યો કર્યા છે.
  2. કુમાર કાનાણીને ખબર છે કે, તેમની ટીકીટ કપાઇ રહી છે અને તેના માટે થઈ કદાચ વાહિયાત આક્ષેપો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું ખોટું થયું હોય તો સરકાર તેમની છે, પોલીસ વિભાગ તેમનું છે, વહીવટીતંત્ર પણ તેમનું છે. કુમાર કાનાણીને કોણ રોકી રહ્યું છે? તેઓને કાર્યવાહી કરવી હોય તો તેઓ કરી શકે છે.
  3. મહેશ સવાણીને દુઃખ લાગ્યું તેની વાત કરું તો આઈસોલેશન કેન્દ્ર પર ભાજપના કમળનું સિમ્બોલ લગાડો તો જ તમે આઈસોલેશન સેન્ટર બનાવી શકો તે પ્રકારનું આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જેના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે, સાવરકુંડલામાં મહેશભાઈ દ્વારા આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જે રાતોરાત બંધ કરાવવામાં આવ્યું હતું. ત્યાં ભવાનજી નામના એક વ્યક્તિ સારવાર લઇ રહ્યા હતા, જેઓ સૌથી વધુ ગંભીર હતા. તેમની પત્ની ચીસો પાડી રહી હતી કે, મારા પતિની બહુ ગંભીર હાલત છે, હાલ કેન્દ્ર બંધ ન કરાવો. પરંતુ અધિકારીઓએ ભાજપનો સીમ્બોલ ન હોવાથી કેન્દ્ર બંધ કરાવ્યું હતું અને આખરે ભવાનજી નામના વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું હતું. તેની પત્નીને આપણે શું જવાબ આપી શકીએ, માટે કુમારભાઈ પોતે તપાસ કરે અને ન કરી શકે તો વાહિયાત આક્ષેપો કરવાનું બંધ કરે તો સારું છે.

આ પણ વાંચો -

Last Updated : Jul 19, 2021, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.