ETV Bharat / state

Meteorological Department Gujarat: વન્ય પ્રાણીઓને હાડ થીજવતી ઠંડીથી રક્ષણ આપવા માટે સુરત કોર્પોરેશન જાગ્યું

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં કોલ્ડવેવની આગાહી (Coldwave forecast) કરવામાં આવી હતી. આગાહીના અનુંસધાને સુરતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીના (Freezing cold) આ પ્રકારને ધ્યાને લેતા સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા નેચરપાર્કમાં (Nature Park Surat) પક્ષીઓ અને પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી તેને આ હાડ થીજવતી ઠંડી સામે રક્ષણ મળી શકે.

Meteorological Department Gujarat: વન્ય પ્રાણીઓને હાડ થીજવતી ઠંડીથી રક્ષણ આપવા માટે સુરત કોર્પોરેશન જાગ્યું
Meteorological Department Gujarat: વન્ય પ્રાણીઓને હાડ થીજવતી ઠંડીથી રક્ષણ આપવા માટે સુરત કોર્પોરેશન જાગ્યું
author img

By

Published : Dec 22, 2021, 12:40 PM IST

સુરત: હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં કોલ્ડવેવની આગાહી (Coldwave forecast) કરવામાં આવી હતી. આ આગાહીની અસર હાલ સુરત શહેરમાં જોવા મળી છે. સુરતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા નેચરપાર્કમાં (Nature Park Surat) પક્ષીઓ અને પ્રાણીઓ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સરથાણા નેચર પાર્ક ખાતે વન્ય પ્રાણીઓના પાંજરા પાસે હીટરની વ્યવસ્થા (Heater arrangement near wildlife cages) કરવામાં આવી છે, જેથી કરીને તેઓ વધુ પડતાં ઠંડા વાતાવરણમાં પણ અનુકુળ રહી શકે.

Meteorological Department Gujarat: વન્ય પ્રાણીઓને હાડ થીજવતી ઠંડીથી રક્ષણ આપવા માટે સુરત કોર્પોરેશન જાગ્યું

શિયાળાની ધ્રુજાવી નાંખે તેવી ઠંડીમાં સુરત કોર્પોરેશન આવ્યું હરકતમાં

સરથાણા નેચર પાર્કમાં મોટી સંખ્યામાં રાખવામાં આવેલા વન્યપ્રાણીઓની તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવતી હોય છે. ત્રણેય ઋતુઓની જે પ્રકારે શહેરીજનો ઉપર અસર દેખાય છે, તેવી જ રીતે અન્ય પશુઓ ઉપર પણ તેની અસર સ્વાભાવિક પણે દેખાતી હોય છે. આ સ્થિતિમાં સુરત કોર્પોરેશન (Surat Corporation) દ્વારા વન્ય પ્રાણીઓને કોઈ મુશ્કેલી ન પડે તેની સમયાંતરે કાળજી રાખવામાં આવતી હોય છે. શિયાળાની ઋતુમાં વન્યપ્રાણીઓને ગરમી મળી રહે તે માટે હિટર લગાડવામાં આવે છે. તો ઉનાળા દરમિયાન વધુ પડતી ગરમીના પ્રકોપમાં પ્રાણીઓને ઠંડક મળી રહે તેના માટે ફાઉન્ટેની વ્યવસ્થા કરવામાં આવે છે.

પક્ષીઓના પાંજરાઓમાં પણ 200 વોલ્ટ ના લેમ્પ

સરથાણા નેચર પાર્કના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડૉ. રાજેશ પટેલે (Nature Park's in-charge superintendent Dr. Rajesh Patel) જણાવ્યું કે, શિયાળામાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે તેના કારણે નેચર પાર્કમાં રહેલા પ્રાણીઓ પણ તેનાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને વાઘ, સિંહ, દીપડા સહિતના વન્યપ્રાણીઓના પાંજરા પાસે 15 જેટલા મીટર મૂકવામાં આવ્યા છે, જેથી કરીને રાત્રી દરમિયાન વધારે પડતી ઠંડીના માહોલમાં તેઓ ગરમ વાતાવરણનો અનુભવ કરી શકે તેમજ પક્ષીઓના પાંજરાઓમાં પણ 200 વોલ્ટના લેમ્પ લગાડવામાં આવ્યા છે. દરેક સીઝન પ્રમાણે વન્યપ્રાણીઓ માટે અને પક્ષીઓ માટે આ પ્રકારની અલાયદી વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે.

આ પણ વાંચો:

જાણો શા માટે નલિયાનું તાપમાન સમગ્ર રાજ્યમાં હોય છે સૌથી ઓછું

Winter in Gujarat:ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 3 દિવસ ‘કોલ્ડવેવ’ની આગાહી કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.