- ત્રણ-ચાર દિવસના વાયદે માગ્યા હતા રૂપિયા
- ટુકડે-ટુકડે ત્રણ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા
- અમેરિકા પૂછતાં ખબર પડી કે બનેવીએ પૈસા મંગાવ્યા જ નથી
સુરત: જિલ્લાના બારડોલીમાં વૃદ્ધના વોટ્સએપ પર બનેવીના નામે મેસેજ કરી ઠગે રૂપિયા 3 લાખ રૂપિયા સેરવી લીધા હતા. ભોગ બનનારા વૃદ્ધે બારડોલી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: વલસાડમાં SMPL કંપની સામે 33 લાખની છેતરપીંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ
ત્રણ ટુકડામાં જમા કરાવ્યા હતા રૂપિયા
બારડોલીના શાસ્ત્રી રોડ પર રામબાગની સૌરભ સોસાયટીમાં રહેતા શરદભાઈ નાનુભાઈ પટેલ (ઉ.વર્ષ 71) પત્ની ઇન્દુબેન સાથે રહી નિવૃત્ત જીવન ગુજારે છે. ગઈ 24 ડિસેમ્બર 2020ના રોજ રાત્રે નવ વાગ્યે અમેરિકા રહેતી મામાની છોકરી ધનુબેનના પતિ રમણભાઈ જગાભાઈ પટેલના નામથી મેસેજ આવ્યો હતો. મેસેજમાં ત્રણ-ચાર દિવસના વાયદે રૂપિયા 03 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને એક્સિસ બેન્કના ખાતાની વિગતો આપી તેમાં પૈસા જમા કરાવવા જણાવ્યું હતું. આથી 28મી ડિસેમ્બરના રોજ શરદભાઈએ તેમના સુરત ડિસ્ટ્રિક્ટ કૉ-ઓપરેટિવ બેન્કમાંથી રૂપિયા 1.60 લાખ અને HDFC બેન્કમાંથી 40 હજાર RTGSથી ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ ફરી 29 ડિસેમ્બર 2020ના રોજ ફરી મેસેજ આવ્યો હતો ત્યારે એક લાખ રૂપિયા ICICIના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવવા જણાવતા તેમાં રૂપિયા 1 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ એ જ નંબર પરથી ફરીથી મેસેજ કરી આધાર કાર્ડની નકલ માગતા તે નકલ પણ મોકલી આપી હતી.
આ પણ વાંચો: પોરબંદરના યુવાન સાથે થયું રૂપિયા 22,941નું સાયબર ફ્રોડ
બારડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
બાદમાં ત્રણ દિવસ પછી અમેરિકા સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે, મૂળ પલસાણા તાલુકાના ગાંગપુર ગામે રહેતા રમણભાઈ જગા પટેલે આવા કોઈ પણ પ્રકારના પૈસાની માગણી કરી ન હતી. આથી શરદભાઈ છેતરાયા હોવાની જાણ થતાં તેમણે બારડોલી પોલીસમાં જે તે સમયે લેખિત અરજી કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે તેમજ પોલીસે ગુનો નોંધ્યો હોવાની માહિતી મળી રહી છે.