માનસિક યુવાને સુમુલ પાર્લરની કેન્ટીનમાં બોટલો ફેંકતા એક સમયે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકો તેનો વીડિયો બનાવી પોસ્ટ કર્યો હતો વીડિયોમાં માનસિક અસ્વસ્થ યુવાને રાજકીય પક્ષ પર કટાક્ષ કર્યા હતા. અને લોકોને સવાલ કરતા કહ્યું કે, શું પીએમ મોદી ચોર છે ? ના પીએમ મોદી ચોર નથી. અને બાદમાં સલમાન ખાન પર ચોર છે જેવું નિવેદન આપતા રમૂજ ફેલાઈ ગયી હતી.
માનસિક અસ્વસ્થ યુવાને 1 કલાક સુધી સિવિલ હોસ્પિટલ માથે લીધી હતી, પરંતુ આખરે સિક્યુરિટી સ્ટાફે તેને કંટ્રોલમાં લીધો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ વિપક્ષ 'ચોકીદાર ચોર હૈ' ના નારા લગાવી રહી છે, ત્યારે સુરતમાં એક માનસિક અસ્વસ્થ યુવાને પણ જાહેરમાં કહી દીધું હતું કે, 'મોદી ચોર નથી' જેથી વિપક્ષમાં ચૂંટણીને લઈ ભય સર્જાયો છે.