મર્જર સુધારા કાનૂન અને એનપીએમાં કાર્યવાહીના મુદ્દે મજૂર યુનિયન હડતાળ પર છે. ત્યારે સુરતના નાનપુરા ખાતે સુરતના તમામ મજૂર સંઘ ટન જોડાયા હતા. કેન્દ્ર સરકારની મજૂર વિરોધી નીતિ, બેંકોના ખાનગીકરણ સામે, રેલ્વે એલ.આઇ.સી વગેરેના કામદાર સંગઠનો અને ફેડરેશન દ્વારા એક દિવસની પ્રતિક હડતાળનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની નેશનલાઈઝ બેન્કના કર્મચારીઓ જોડાયા હતા. કામદાર સંગઠનોને કેન્દ્ર સરકાર દ્વારા 42 મજૂર કાયદા સામે ફક્ત નવા ચાર કાયદા લાવવા સામે વિરોધ છે. તમામને લઘુતમ વેતન ધારો, બોનસ ધારો, ઈએસઆઈ અને પીએફ ધારો ખતરામાં પડી જવાની ભીતિ સેવાઇ રહી છે.
બેન્કિંગ સુધારા કાનૂન તેમજ બેંકોના મર્જર સહિતના કાયદા, એનપીએમાં સંખ્ય કાર્યવાહીની માંગણી જેવા મુદ્દે વિરોધ કરાયો હતો. હડતાળથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ખાનગી બેંકો તથા સહકારી ક્ષેત્રની બેંકો અળગા રહ્યા. નેશનલાઈઝ બેન્કોની હડતાળના પગલે મંગળવાર અને બુધવારના ક્લિયરિંગ ખોરવાયા જેથી ક્લિયરિંગ સીધા શુક્રવારના રોજ થશે. કરોડોના ક્લિયરિંગ ખોરવાતા વેપારીઓ સહિત બેંક ખાતેદારોને હાલાકી ભોગવી પડી રહી છે.