- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાવી
- પોલીસે બાતમીને આધારે આરોપીને ધરપકડ કરી
- સગીરાની માતાએ નોંધાવી હતી ફરિયાદ
સુરત: કાચી ઉંમરમાં બાળકો પર માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવુ પડતું હોય છે કારણ કે આ ઉંમરે બાળકોમા સમજ શક્તિના અભાવને કારણે કેટલીક વાર બાળક એવું કરી બેસે છે જેની કિંમત માતા-પિતાએ અથવા બાળકે આખી જીંદગી ચૂકવવી પડે છે. સુરતના માંગરોળ તાલુકાના સિમોદરા ગામે એક યુવક 16 વર્ષની બાળકીનેે પોતાના પ્રેમજાળમાં ફસાવીને અને લગ્નની લાલચ આપીને ઘરેથી ભગાવી ગયો હતો. પરિવારે આ અંગે પોલીસ ફરીયાદ કરી હતી અને ગણકરીના કલાકમાં આરોપીને પકડી પાડ્યો હતો.
આ પણ વાંચો : ભેસાણ અપહરણ મામલો, જૂનાગઢ પોલીસે સગીરા અને આરોપીની કરી પૂછપરછ
બાતમીને આધારે ધરપકડ
માંગરોળ તાલુકા સિમોદરા ગામે ભરવાડ ફળિયામાં રહેતી 16વર્ષીય સગીરાને ભરત ભાઈ વસાવાએ પહેલા પોતાના પ્રેમજાળમાં ફસાવી અને પછી લગ્ન લાલચ આપી ફોસલાવીની ભગાડી ગયો હતો. પરિવારને આ વિષે જાણ થતા સગીરાની માતાએ પોતાની દીકરીની ભગાડી જનાર યુવક સામે માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. સુરત ગ્રામ્ય એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્ક્સ બાતમી મળી હતી કે આ ગુનાનો આરોપી કામરેજ ચારસ્તા નજીક છે જે ચોક્કસ બાતમી વાળી જગ્યાએ જઈ પોલીસે કામરેજ ચારરસ્તા બસ સ્ટેન્ડ નજીકથી દબોચી લીધો હતો.
આ પણ વાંચો : પાલનપુરમાં ધોરણ-12માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો