સુરત : જિલ્લામાં કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેરીના પાકમાં મધિયો (mango crop in Surat) નામનો રોગ આવતા આ વર્ષે ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવશે તેવી ભિતી સેવાઈ રહી છે. હાલ મધિયો રોગ આંબાના મોરને નુકશાન કરી રહ્યો છે.(Madhayo disease mango crop in Surat)
મધિયા નામનો રોગ બગાડશે ખેડૂતોનું વર્ષ સુરત જિલ્લામાં ઘણા ખેડૂતો કેરીઓ પકવે છે અને તેમાંથી જે પણ આવક થાય તેનાથી તેઓ આખા વર્ષનું આયોજન કરતા હોય છે. પણ આ વર્ષે કેરીની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આંબામાં મધિયા નામનો રોગ આવતા ખેડૂતોને દવાનો ખર્ચો વધ્યો છે. જેથી આ વર્ષ ખોટમાં જશે તેવું લાગી રહ્યું છે. મધિયા રોગને કારણે આંબા પર આવી ગયેલી મંજરી અને ફ્લાવરીંગને મધિયોને મધ જેવું મીઠું ચીકણું પ્રવાહી પડે તો એને કારણે આવેલા ફ્લાવરિંગ કાળું પડી જાય કે રાખમાં પરિવર્તિત થતું હોય જેથી કેરીના પાકને નુકસાન કરે છે. (Mango Disease in Surat)
આ પણ વાંચો ગીરની કેસર કેરી નહી મળે ખાવા, વાતાવરણમાં બદલાવથી પાકને થયું નુકસાન
મધીયા રોગને કારણે ખેડૂતોને ખર્ચ વધ્યો માંગરોળ તાલુકાના વેરાકુઇ ગામના ખેડુતને ઇદ્રીશ મલેકને ખેતરમાં 300 જેટલા આંબા છે. છેલ્લા કેટલાક દિવસથી તેમના આંબાઓના પાન કાળા પાડી રહ્યા છે. આંબામાં મોર ખરી રહ્યો છે. ખેડૂતે આ બાબતે માહિતી મેળવતા આ રોગનું નામ મધીયો હોવાનું જાણવા મળ્યું હતું. આ રોગનો નાશ કરવા ખેડૂતે અત્યાર સુધીમાં 35 હજાર રૂપિયા દવા પાછળ ખર્ચ્યા છે. (Mango cultivation in Surat)
આ પણ વાંચો રસથી રહ બોળ જાબું: કેસર કેરી બાદ હવે લોકો બીજી રીતે ગીર તરફ થઈ રહ્યા છે આકર્ષિત
કેરીનો પાક મોડો જશે તો બીજી તરફ આ વર્ષ બરોબર ઠંડી નહિ પડતા ખેડૂતોને કેરીનો પાક (Madhayo disease mango) મોડે જશે અને ખેડૂતોને સીઝનમાં ભાવ નહિ મળે તેવું લાગી રહ્યું છે. એક બાજુ મધિયો રોગ અને બીજું બાજુ કડકડતી ઠંડી નહિ પડતા ખેડૂતોને આ વર્ષે કેરીનો પાક નિષ્ફળ જશે તેવું લાગી રહ્યું છે, હાલ તો ખેડૂતો કેરીના પાકને બચાવવા મોંઘીદાટ દવાઓનો ઉપયોગી કરી રહ્યા છે. (Midge disease in mango)