ETV Bharat / state

'માં યશોદા' પ્રોજેક્ટ નવજાત શિશુઓ માટે આશીર્વાદ સમાન - gujaratinews

સુરત: શહેરમાં આવેલી સ્મીમેર હોસ્પિટલ દ્વારા અનાથ અને માતા વિહોણા નવજાત શિશુ માટે 'માં યશોદા' પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે એક આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા હોસ્પિટલમાં આવતી મહિલાઓને આ પ્રોજેક્ટની માહિતી આપવામાં આવે છે. જે મહિલાઓ નવજાત શિશુને જાણતી પણ નથી તેને પોતાનું ધાવણ ડોનેટ કરી રહી છે.

'માં યશોદા' પ્રોજેક્ટ નવજાત શિશુઓ માટે આશીર્વાદ સમાન સાબિત થયું...
author img

By

Published : May 12, 2019, 8:47 AM IST

આ પ્રોજેક્ટ વર્ષ 2009થી શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં યશોદા બનેલી માતાઓ દ્વારા પાંચ લાખ મિલી. લીટર જેટલા દુધનું ડોનેશન કરવામાં આવ્યું હતું. જેનો લાભ 4000થી પણ વધુ નવજાત શિશુઓને આપવામાં આવ્યો છે. સુરત શહેરમાંથી બિનવારસી હાલતમાં નવજાત શિશુઓ મળી આવવાની ઘટના અનેકવાર પ્રકાશમાં આવે છે. ત્યારે આ નવજાત શિશુઓને સુરતની સ્મીમેર હોસ્પિટલના એનઆઇસીયુ વિભાગમાં સારવાર હેઠળ મુકવામાં આવે છે. આ સિવાય હોસ્પિટલમાં દાખલ કેટલીક એવી મહિલાઓ પણ હોય છે, જેનું ફિડિંગ ન થવાથી બાળક પોતાની માતાના ધાવણથી વંચિત રહેતું હોય છે. જ્યારે કેટલીક મહિલાઓ સારવાર દરમિયાન મૃત્યુ પામતી હોય છે. ત્યારે 'માં યશોદા' પ્રોજેકટ આવા જરૂરિયાતમંદ બાળકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે.

'માં યશોદા' પ્રોજેક્ટ નવજાત શિશુઓ માટે આશીર્વાદ સમાન

આ હોસ્પિટલમાં કાર્યરત આ પ્રોજેકટમાં મિલ્ક ડોનેટ કરતા પહેલા મહિલાઓનું સાયન્ટિફિક પરીક્ષણ કરવામાં આવે છે. જેમાં તેમના બ્લડ સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે. બ્લડ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ મહિલાઓ પાસેથી મિલ્ક ડોનેટ લેવામાં આવે છે. જે બાદ તે દૂધને પેસ્ચ્યુરાઈઝ્ડ કરવા માટેની પ્રોસેસિંગમાં મોકલવામાં આવે છે. જે મહિલાઓ પાસે લેવામાં આવેલા દૂધ બાળકો માટે આરોગ્યવર્ધક છે કે કેમ. રિપોર્ટ આવ્યા બાદ દૂધને માઇનસ 20 ડિગ્રી સેલ્શિયસ પર ફ્રીઝરમાં મુકવામાં આવે છે. જેથી દૂધ ત્રણ માસ સુધી અનાથ અને જરૂરિયાતમંદ બાળકોના ઉપયોગમાં લઇ શકાય.

આજે મધર્સ ડે નિમિતે સુરતની આ મહિલાઓએ એક માતા તરીકેની ફરજ અદા કરી બતાવી છે. જે બાળકો માતાના ધાવણથી વંચિત છે તેવા બાળકો માટે આ મહિલાઓ સાચા અર્થમાં યશોદા તરીકે સાબિત થઈ રહી છે. એક તરફ સમાજમાં લોકો ભેદભાવ સને જ્ઞાતિ પ્રમાણેની નીતિ ચલાવતા હોય છે, ત્યાં બીજી તરફ આવી મહિલાઓ નિસ્વાર્થપણે અનાથ બાળકોને પોતાના સ્તનનું ધાવણ ડોનેટ કરી સમાજના લોકોમાં એક ઉમદા દાખલો બેસાડી રહી છે.

R_RJ_SUR_05_12MAY_01_MILK_DONATION_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત: અનાથ અને માતા વિહોણા નવજાત શિશુ માટે સુરત સ્મીમેર હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલ " માં યશોદા "  પ્રોજેક્ટ આશીર્વાદ સમાન પુરવાર થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ થકી હોસ્પિટલ માં આવતી મહિલાઓને " માં યશોદા "પ્રોજેક્ટ અંગેની માહિતી આપવામાં આવી રહી છે.. જે મહિલાઓ માસુમ નવજાત શિશુને ઓળખતી સુધા નથી,તેવી મહિલાઓ આજે આ બાળકો માટે " માં યશોદા બની પોતાના સ્તનનું ધાવણ ડોનેટ કરી રહી છે.જ્યાં મધર્સ ડે ના આ અવસર પર આ મહિલાઓ સાચા અર્થમાં એક પ્રતિષ્ઠિત અને કર્તવ્યનિષ્ઠ માતા તરીકે સાબિત થઈ રહી છે.વર્ષ 2009 થી શરૂ કરવામાં આવેલ આ પ્રોજેકટ ઠકી " સાચા અર્થમાં યશોદા બનેલી માતાઓ દ્વારા હમણાં સુધી પાંચ લાખ મિલી.લીટર જેટલું મિલ્ક ડોનેટ કરવામાં આવ્યું છે અને જેનો લાભ ચાર હજારથી વધુ નવજાત શિશુઓને આપવામાં આવ્યો છે..

કહેવાય છે કે માં પારકી હોય કે પછી સગી.. માં તે માં હોય છે.ગુજરાતી માં એક કહેવત છે કે "  જનની ની જોડ સખી નહીં જડે રે લોલ " ....આ કહેવત ને સાર્થક કરી બતાવી છે સુરતની કેટલીક મહિલાઓએ..જ્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2009 થી શરૂ કરવામાં આવેલ " માં યશોદા પ્રોજેકટ "ઠકી મહિલાઓ પોતાના સ્તનનું ધાવણ જરૂરિયાતમંદ બાળકોને વિના સંકોચે ડોનેટ કરી રહી છે.આ પ્રોજેકટ સુરત સ્મીમેર હોસ્પિટલમાં આવતા અનાથ અને માતાવીહોના નવજાત શિશુઓ માટે આશીર્વાદસમાન સાબિત થઈ રહ્યો છે.સુરત શહેરમાંથી બિનવારસી હાલતમાં નવજાત શિશુઓ મળી આવવાની ઘટના અનેકવાર પ્રકાશમાં આવી ચૂકી છે.આવા નવજાત શિશુઓને સુરત ની સ્મીમેર હોસ્પિટલ ના એનઆઇસીયું વીભાગમાં સારવાર હેઠળ મુકવામાં આવે છે.આ સિવાય હોસ્પિટલ માં દાખલ કેટલીક એવી મહિલાઓ પણ હોય છે જેનું ફિડિંગ ન થવાથી બાળક પોતાની માતાના ધાવણ થી વંચિત રહેતું હોય છે.જ્યારે કેટલીક મહિલાઓ સારવાર દરમ્યાન મૃત્યુ પામતી હોય છે. ,ત્યારે " માં યશોદા પ્રોજેકટ" આવા જરૂરિયાતમંદ બાળકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે.સુરત ની મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ માં આ પ્રોજેકટ વર્ષ 2009 થી શરૂ કરવામાં આવ્યો છે.અહીં પોતાના બાળકો ને વેકસીનની રસી મુકાવવા આવતી અથવા તો અન્ય કોઈક કારણોસર દાખલ મહિલાઓને " માં યશોદા પ્રોજેકટ અંગે મહિલા તબીબો દ્વારા  કાઉન્સીલિંગ કરાવવામાં આવે છે.જ્યાં હોસ્પિટલમાં આવતા અનાથ અને જરૂરિયાતમંદ બાળકોને  મિલ્ક ડોનેટ અંગે આહવાન કરવામાં આવે છે.પોતાનું બાળક ન હોવા છતાં આવી કેટલીક મહિલાઓ છે ,જે એક કર્તવ્યનિષ્ઠ રીતે આવા બાળકોને પોતાનું ધાવણ ડોનેટ કરવા તૈયાર થાય છે.આજે મધર્સ ડે છે અને આ પ્રસંગે સુરત ની મહિલાઓ એક માતા તરીકે પોતાનો પ્રેમ આવા અનાથ બાળકો પ્રત્યે દાખવતી જોવા મળી રહી છે.સુરત સ્મીમેર હોસ્પિટલ માં કાર્યરત આ પ્રોજેકટ ઠકી હમણાં સુધી પાંચ લાખ મિલી.લીટર જેટલું મિલ્ક નું કલેક્શન આવી ચૂક્યું છે.જેમાં હમણાં સુધી 5794 જેટલી મહિલાઓએ 4,72,826 એમ.એલ.પોતાના સ્તનનું ધાવણ સ્મીમેર હોસ્પિટલ ના યશોદા પ્રોજેકટ માં ડોનેટ કર્યું છે..જેનો પૂરેપૂરો લાભ 4071 જેટલા નવજાત બાળકો ને આપવામાં આવ્યો છે.આ સિવાય હમણાં સુધી કુલ 23 જેટલા કેમ્પ પણ કરવામાં આવ્યા છે..જે કેમ્પ ઠકી પણ 1  લાખ મિલી.લીટર જેટલું દૂધ નું કલેક્શન એકત્ર કરવામાં આવ્યું છે.જેમાં એકસાથે 2076 જેટલી મહિલાઓએ " માં યશોદા પ્રોજેકટ ઠકી પોતાના સ્તનનું ધાવણ આવા અનાથ અને જરૂરિયાતમંદ બાળકો માટે ડોનેટ કરી માતા તરીકે ની ફરજ અદા કરી છે.

સુરત સ્મીમેર હોસ્પિટલ માં કાર્યરત આ પ્રોજેકટ માં મિલ્ક ડોનેટ કરતા પહેલા મહિલાઓનું સાયન્ટિફિક પરીક્ષણ કરવામાં આવે છે.જેમાં તેઓના બ્લડ સેમ્પલો લઈ તપાસ  માટે લેબોરેટરી ખાતે મોકલવામ આવે છે.બ્લડ સેમ્પલો ના રિપોર્ટ આવ્યા બાદ જ મહિલાઓ પાસેથી મિલ્ક ડોનેટ લેવામાં આવે છે.જે બાદ તે દૂધ ને પસ્ચ્યુરાઈઝડ કરવા માટેની પ્રોસેસિંગ માં મોકલવામાં આવે છે.જે મહિલાઓ પાસે લેવામાં આવેલ દૂધ બાળકો માટે આરોગ્યવર્ધક છે કે કેમ તે જાણકારી મેળવવા પસ્ચ્યુરાઇઝિંગ માટે 16.25 ડિગ્રી સેલસીયસ પર 30 મિનિટ સુધી મુકવામાં આવે છે.ત્યારબાદ દૂધને  કલચરલ અને સેન્સિટીવી માટે મોકલવામાં આવે છે.જે પ્રોસેસ બાદ સાબિત થાય છે કે  દૂધ નોન ઇન્ફેક્શન છે..રિપોર્ટ આવ્યા બાદ દૂધ ને માઇનસ 20 ડિગ્રી સેલ્શિયસ પર ફ્રીઝર માં મુકવામાં આવે છે.જેથી દૂધ ત્રણ માસ સુધી અનાથ અને જરૂરિયાતમંદ બાળકો ના ઉપયોગમાં લઇ શકાય.

મનપા સંચાલિત સુરત સ્મીમેર હોસ્પિટલ માં કાર્યરત માં યશોદા પ્રોજેકટ માં જે મહિલાઓ પોતાના સ્તનનું ધાવણ અન્ય બાળકોને ડોનેટ કરે છે તે દરમ્યાન એક આનંદ ની લાગણી અનુભવ કરી રહી છે.અનાથ અને માતાવીહોના બાળકોને દૂધ નું દાન કરનાર આવી માતાઓએ સમાજને એક સંદેશો પોહચડવાનો પણ પ્રયાસ કર્યો છે.બાળક ભલે કોઈ નો પણ હોય પરંતુ જે જરૂરિયાતમંદ બાળકો ને જ્યારે દૂધ ના ધાવણ ની જરૂર છે ત્યારે સૌ કોઈએ કોઈ પણ ભેદભાવ ભૂલી આગળ આવી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક પુરી કરવી જોઈએ તેવું ડોનેટ કરનાર માતાઓ જણાવી રહી છે..

આજે મધર્સ ડે નિમિતે સુરત ની આ મહિલાઓએ એક માતા તરીકે ની ફરજ અદા કરી બતાવી છે.જે બાળકો માતા ના ધાવણ થી વંચિત છે તેવા બાળકો માટે આ મહિલાઓ સાચા અર્થમાં માં યશોદા તરીકે સાબિત થઈ રહી છે.એક તરફ સમાજમાં લોકો ભેદભાવ સને જ્ઞાતિ પ્રમાણેની નીતિ ચલાવતા હોય છે ,ત્યાં બીજી તરફ આવી મહિલાઓ નિસ્વાર્થપણે અનાથ બાળકોને પોતાના સ્તનનું ધાવણ ડોનેટ કરી સમાજના લોકોમાં એક ઉમદા દાખલો બેસાડી રહી છે.

બાઈટ : નિરાલિબેન( મહિલા તબીબ સુરત સ્મીમેર હોસ્પિટલ )

બાઈટ : સીમાબેન(મિલ્ક ડોનેટ કરનાર)

બાઈટ : સલમાબેન ( મિલ્ક ડોનેટ કરનાર)

બાઈટ : ઝુફિયાબેન( મિલ્ક ડોનેટ કરનાર)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.