ETV Bharat / state

Jagannath Rath Yatra 2022: ભગવાન જગન્નાથ માટે વૃંદાવનથી આવ્યા ખાસ વાઘા, હિન્દુ-મુસ્લિમ એકતાનું પણ પ્રતિક - ભગવાન જગન્નાથના વાઘા

સુરતમાં આ વર્ષે ભગવાન જગન્નાથની યાત્રા રંગેચંગે( Jagannath Rath Yatra 2022)કાઢવામાં આવશે. જેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરત ઈસ્કોન મંદિરે ભગવાન જગન્નાથના ખાસ પ્રકારના વાઘા વૃંદાવનથી આવી ગયા છે. જે વાઘા હિન્દુ-મુસ્લિમ એકતાનું પણ પ્રતીક છે. મુસ્લિમ કારીગરો દ્વારા તૈયાર કરેલા આ વાઘાની કિંમત સવા બે લાખથી વધુ છે.

Jagannath Rath Yatra 2022: ભગવાન જગન્નાથ માટે વૃંદાવનથી આવ્યા ખાસ વાઘા, હિન્દુ-મુસ્લિમ કારીગરો તૈયાર કર્યા વાઘા

author img

By

Published : Jun 14, 2022, 2:03 PM IST

સુરત: સુરતમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે શહેરની પાંચ મુખ્ય રથયાત્રાઓ અલગ-અલગ સ્થળોએથી (Rath Yatra 2022)યોજવામાં આવે છે. જેમાં પાંચ પૈકીની મુખ્ય અને સૌથી મોટી રથયાત્રા ઈસ્કોન મંદિરની ( Jagannath Rath Yatra 2022)હોય છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજીની આ યાત્રામાં જોડાઈ છે. સુરત રેલવે સ્ટેશનથી આ યાત્રા નીકળે છે અને જહાંગીરપુરા ખાતે આવેલા ઈસ્કોન મંદિર પર પૂર્ણ થાય છે. જો કે કોરોનાકાળમાં બે વર્ષ સુધી આ યાત્રા કઢાઈ નહોતી મંદિર પરિસરમાં (ISKCON Surat)સાદગીપૂર્ણ રીતે કઢાઈ હતી. જોકે બે વર્ષથી રાહ જોતા ભક્તો માટે આ વર્ષે આનંદો છે કારણ કે આ વર્ષે ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને આશીર્વાદ આપવા માટે રથયાત્રા નીકળશે.

ભગવાન જગન્નાથ

આ પણ વાંચોઃ દબદબાભેર નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, આ વર્ષે કેવી હશે ?

ભક્તો કોઈપણ કચાશ રાખવા માંગતા નથી - રથયાત્રા કાઢવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે ભક્તો કોઈપણ કચાશ રાખવા માંગતા નથી. ભગવાનના વાઘા વૃંદાવનથી સુરત આવી ચુક્યા છે. જેને વૃંદાવનના હિંદુ-મુસ્લિમ કાર્યકરોને ભેગા થઈને તૈયાર કર્યા છે. છેલ્લા 25 વર્ષથી પેઢી દર પેઢી કારીગરો આ વાઘા તૈયાર કરે છે. એટલું જ નહીં તેમના તૈયાર કરાયેલા વાઘાને લઈને અન્ય દેશોથી પણ તેમને વાઘાના ઓર્ડર આવે છે. ક્રીમ કલરનો આ વાઘા આકર્ષણનું કેન્દ્ર છે. જેમાં મોર ડિઝાઇન બનાવવામાં આવ્યું છે ગુલાબી નારંગી અને લીલા રંગના ફૂલ આકર્ષિત લાગી રહ્યા છે.

વાઘા
વાઘા

આ પણ વાંચોઃ અમદાવાદમાં આ વર્ષે ભક્તો માટે યોજાશે રથયાત્રાઃ કમિશ્નર સહિત અધિકારીઓએ કર્યુ નિરિક્ષણ, આ વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ

15 કારીગરોએ વાઘા પર ઝીણવટભર્યું હેન્ડ વર્ક કરી તૈયાર કર્યા - ઈસ્કોન મંદિર સુરતના પ્રમુખ વૃંદાવન પ્રભુજીએ કહ્યું કે,સવા મહિનામાં 15 કારીગરોએ વાઘા પર ઝીણવટભર્યું હેન્ડ વર્ક કરી તૈયાર કર્યા છે. સાથે જ જરદોશી વર્ક, ચાંદીના વરખ અને વિવિધ સ્ટોન લગાવીને વાઘાને આકર્ષક ઓપ અપાયો છે. રેશમ અને વિસકોસના કાપડથી તૈયાર કરાયેલા એક વાઘાની કિંમત સવા બે લાખથી પણ વધુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.