સુરત :કોરોના વાઇરસ બાદ સુરતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેના કારણે સૌથી વધુ કફોડી હાલત પરપ્રાંતના લોકોની થઈ રહી છે. જેને લઇ પરપ્રાંતીય સમાજના લોકો દ્વારા સાંસદ સી.આર.પાટીલને વતન મોકલવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆત સાંસદ દ્વારા ગૃહ વિભાગ અને રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવી હતી.
શહેરમાં વસતા પરપ્રાંતના લોકોને વતન મોકલવા અંગેની પરવાનગી મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરપ્રાંતીયના જે લોકો પાસે પોતાના વાહનની વ્યવસ્થા છે, તે તમામ લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન અને જિલ્લા કલેકટરની પરવાનગી બાદ વતન જઇ શકે તે પ્રકારની વ્યવસ્થા સુરતના સાંસદ દ્વારા કરવામાં આવી છે.
આ અંગેની જાહેરાત બાદ સાંસદની ઓફિસ બહાર રજિસ્ટ્રેશન માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી.